આયુષ્યમાન કાર્ડમાં પાંચ લાખ કેન્દ્ર સરકારના અને પાંચ લાખ રાજય સરકારના મળીને કુલ દસ લાખ સુધીની સહાય દર્દીને આપનાર ગુજરાત એક માત્ર રાજય છે:પ્રદેશ ભાજપ અધ્યક્ષ
મેરી મીટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત 182 વિધાનસભામાથી આવનાર કળશને ઇલેક્ટ્રીક વાહનથી દિલ્હી મોકલવામાં આવશે તેમ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતુ. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે કરેલા કાર્યોની માહિતી લોકો સુઘી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ગુજરાત એક માત્ર રાજય છે કે આરોગ્યની યોજનામાં પાંચ લાખ કેન્દ્ર સરકારના અને પાંચ લાખ રાજય સરકારના મળીને કુલ દસ લાખ સુધીની સહાય દર્દીને આપે છે. મેરી મેટ્ટી મેરા દેશ કાર્યક્રમ જાહેર કર્યો તેના કારણે લોકોમાં આ દેશ મારો છે તેવો ભાવ વધુ મજબૂત થશે તેવો વિશ્વાસ છે. વિવિધ જગ્યાએથી ભેગી થયેલી માટી થકી દિલ્હીમાં અમૃતવન બનાવવામાં આવનાર છે. સમગ્ર રાજયની 182 વિધાનસભામાથી આવનાર કળશને ઇલેક્ટ્રીક વાહનથી દિલ્હી મોકલવામાં આવશે.
ં કેન્દ્રીયમંત્રી દર્શનાબેન જરદોશએ જણાવ્યું હતું કે, હાલમાં સંસદમાં ચોમાસુ સત્ર પુર્ણ થયુ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 15મી ઓગષ્ટે લાલ કિલ્લા પરથી 2047નું ભારત કેવું હોય તેની નીમ રાખી છે. દેશને આઝાદી મળી તેને 75 વર્ષ પુર્ણ થયા છે. દેશ આવનાર 25 વર્ષમાં કેવો હશે તે અંગે વડાપ્રધાનએ નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિઝન મુક્યુ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને સતત 10મી વખત લાલ કિલ્લા પરથી ધ્વજ વંદન કરવાનું સૌભાગ્ય મળ્યુ તે ગૌરવની વાત છે. ચોમાસા સત્રમાં સંસદમાં ત્રણ થી ચાર મહત્વની ઘટના બની છે. હાલ ગુજરાતમાં મેડિકલને લગતી ત્રણ દિવસ જી20 સમિટ ચાલુ છે. જી20 દેશના કોઇ પણ ભાગમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ હેઠળ રાજયની વિવિધતા અને સંસ્કૃતિ સાથે આયોજન થયા છે. જયાં ભાજપા સરકાર નથી ત્યા પણ જી-20 સમિટિ યોજવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ દેશની 140 કરોડની જનતાને પોતાનો પરિવાર માને છે.
દર્શનાબેને વધુમાં જણાવ્યું કે, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં સ્ટેશનના ખાતમૂહુર્ત કે નવીનીકરણમાં વિપક્ષના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. દેશભરમાં આધુનિક સ્ટેશનો બનાવવામાં આવનાર છે. 7 ઓગષ્ટે ખાદી અને ટેક્સટાઇલ હેન્ડલુમ સાથે પ્રદર્શની સરકારે યોજી જેમાં જુદા જુદા રાજયોના 75 જેટલા સ્ટોલ લાગ્યા હતા. ચોમાસા સત્રમાં વિપક્ષ દ્વારા ખોટી રીતે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો અને સંસદ ન ચાલવા દેવાનો પ્રયાસ કર્યો. મણિપુર ઘટનામાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે સંસદમાં પ્રવેશતા પહેલા જ મણિપુર ઘટના અંગે જણાવ્યું હતું કે, ખૂબ સંવેદનસિલ ઘટના છે. આ ઘટનાને લઇ કોઇ રાજનીતી ન થવી જોઇએ, દોષિતને સખત સજા થશે અને સંસદમાં દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ મણિપુર ઘટના અંગે સરકારે કરેલી કાર્યવાહી અંગે જવાબ આપ્યો હતો પરંતુ વિપક્ષે સંસદની ગરિમાનું ખંડન કર્યુ. સંસદમાં દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ બ્રિટીશના સમયથી ચાલતા કાયદાઓમાં સુઘારા કરી સ્ટેન્ડિગ કમિટીમાં મોકલવામાં આવ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે લાલ કિલ્લા પરથી વિશ્વકર્મા માટે એક નાની યોજના જાહેર કરી છે જેમાં 13 હજાર કરોડની રકમનો લાભ 30 લાખ પરિવારને મળશે. ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના નેતૃત્વમાં ભાજપ પાર્ટી વધુ મજબૂત થઇ રહી છે.