પંજાબ વિધાનસભાની ૧૧૭ બેઠકો પૈકી કોંગ્રેસને ૬૩, ૨૭ અને આમ આદમી પાર્ટીને ૨૬ બેઠકો મળી: પંજાબમાં કોંગ્રેસનો વિજયોત્સવ

પંજાબ વિધાનસભાની ૧૧૭ બેઠકો ઉપર આજે વહેલી સવારથી મતગણતરી શ‚ થઈ છે. વોટ કાઉન્ટીંગ શ‚ થતાની સાથે જ પંજાની પકડ મજબુત રહી હતી અને કોંગ્રેસ પંજાબમાં બહુમતિ મેળવે તેવી પુરી સંભાવનાઓ જોવા મળી રહી હતી. મતગણતરીના અંતે પંજાબમાં કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી સાથે ભવ્ય વિજય હાંસલ કર્યો છે.

પંજાબની વિધાનસભાની ૧૧૭ બેઠકોની મતગણતરીમાં ૨૭ જગ્યા ઉપર ૫૪ કેન્દ્રો ઉપર ૧૧૪૬ ઉમેદવારોના ભાવીનો ફેંસલો થઈ ગયો છે. પંજાબમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ગઠબંધન વચ્ચે ત્રિકોણીય મુકાબલો થયો હતો. જેમાં મતગણતરીના અંતે પંજાબમાં પંજાની પકડ મજબુત સાબિત થઈ છે અને કોંગ્રેસે પંજાબમાં ૬૩ જેટલી બેઠકો મેળવી સ્પષ્ટ બહુમતી સાબિત કરી દીધી છે.

પંજાબમાં મતગણતરીની શ‚આત સાથે જ અટકળો શ‚ થઈ ગઈ હતી. અહીં પંજાની પકડ મજબુત થશે, કમળ ખીલશે કે આમ આદમી પાર્ટીનું ઝાડુ ફરી વળશે તેવી અટકળો વચ્ચે મતગણતરી બાદ પંજાબમાં કોંગ્રેસની સરકારે સ્પષ્ટ બહુમતી મેળવી ૬૩ બેઠકો હાંસલ કરી છે. જયારે ગઠબંધને ૨૭ બેઠકો અને આમ આદમી પાર્ટીએ ૨૬ બેઠકો મેળવી છે.

પંજાબમાં પંજાની પકડ સામે અન્ય પક્ષો ઢીલા પડી ગયા હોવાની પરિસ્થિતિ નિર્માણ પામી છે. આજે દેશના પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીના પરીણામ જાહેર થયા છે. જેમાં એક માત્ર પંજાબમાં કોંગ્રેસની પકડ મજબુત જોવા મળી છે. કોંગ્રેસે પંજાબમાં ૬૩ જેટલી બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી વિજય પ્રાપ્ત કર્યો છે. પંજાબમાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતીના પગલે રાજયભરમાં વિજયોત્સવ પણ શ‚ થઈ ગયો છે. પંજાબમાં શ‚આતથી જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ ગઠબંધનવાળી સરકાર વચ્ચે ત્રિકોણીયો મુકાબલો જોવા મળ્યો હતો પરંતુ શ‚આતથી જ મતગણતરીમાં કોંગ્રેસ આગળ રહ્યું હતું. પંજાબની કુલ ૧૧૭ વિધાનસભાની બેઠકોમાંથી કોંગ્રેસે સૌથી વધુ ૬૩ જેટલી બેઠકો પ્રાપ્ત કરી સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. પાંચ રાજયો પૈકી એકમાત્ર પંજાબમાં જ પંજાની પકડ મજબુત જોવા મળી હતી. બાકીના ૪ રાજયોમાં કોંગ્રેસને ખાસ બેઠકો મળી શકી નથી. ત્રિકોણીય મુકાબલામાં પંજાબમાં કોંગ્રેસ બાદ અકાલી અને બીજેપીના ગઠબંધનને ૨૭ બેઠકો જયારે આમ આદમી પાર્ટીને ૨૬ બેઠકોથી સંતોષ માનવો પડયો છે. એકંદરે પંજાબમાં પંજાનુ પ્રભુત્વ જોવા મળ્યું છે. શરૂઆતથી જ મતગણતરીમાં કોંગ્રેસ હરીફ પક્ષોથી આગળ રહેતા રાજયભરમાં વિજયોત્સવ શરૂથઈ ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.