કોલકતાના માત્ર 12 વર્ષના બાંસુરીવાદક અનિર્બાન રોય 18 વર્ષથી શાસ્ત્રીય સંગીત સાધના કરતા મૈત્રયી રોય સાથે ભારતના સુપ્રસિધ્ધ તબલાવાદક મણિ ભારદ્વાજ લોકોને કરશે રસતરબોળ

રાજકોટના સંગીત પ્રેમી શ્રોતાઓ સાથે વર્ષાઋતુના આગમને વધાવવા તેમજ સંગીતના ક્ષેત્રમાં રાજકોટમાં શા સમય પછી કોઇ શાસ્ત્રીય સંગીતનો આવો સાવ અનોખો કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે બરસે બદરીયા. ખયાલ આર્ટ બરસે બદરીયા કાર્યક્રમ યોજાઇ રહ્યો છે.

અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા નરેન્દ્ર ઝીબાએ જણાવ્યું હતુ કેઆ કાર્યક્રમમાં કોલકતાના માત્ર 12 વર્ષના જ બાંસુરી વાદક અનિર્બાન રોય જેણે માત્ર ત્રણ વષનીઉંમરે જ બાંસુરીને પસંદ કરી 8 વર્ષની ઉંમરે પ્રથમ કાર્યક્રમ આપી પોતાના પિતા લોકનાથજી પાસેથી તાલિમ મેળવી છે અને જેની બાંસુરી બાંસુરી વાદક અનિર્બાન રોય જેણે માત્ર ત્રણ વર્ષની ઉંમરે જ બાંસુરીને પર હેમા માલિની , માધુરી દિક્ષીત જેવા અનેક કલાકારોએ નૃત્ય કર્યું છે , પરિણિતી ચોપરા , મિથુન ચક્રવર્તી , સોનુ નિગમ , શાન , અભિષેક બચ્ચન , એ . આર . રહેમાન જેવા અનેક કલાકારોએ જેની કલા માણી છે અને ઉસ્તાદ તૈફિક કુરેશી અને કૌશિકી ચક્રવર્તી સાથે સંગત જમાવી છે તે અનિર્બાન રોય જયારે આંખ બંધ કરીને બાંસુરીપર જયારે અલગ અલગ રાગ અને ધૂનો છેડે છે ત્યારે તે જાણે કૃષ્ણ સાથે જોડાઇ જતા હોય તેટલી એકાગ્રતાથી બાંસુરી વગાડે છે.

સૌથી નાની ઉંમરના બાંસુરીવાદક તરીકે ઉપરાષ્ટ્રપતિએ પણ તેમને સન્માનિત કર્યા છે . આજ તેમની સંગીત આરાધનાના કારણે તેમને ટીવી પરના અનેક રિયાલીટી શો માં ખાસ પોતાની બાંસુરી સંભળાવવા આમંત્રિત કરાયા છે તેવા ઉંમરમાં તો બહુ જ નાના પરંતુ બાંસુરીવાદનમાં ખુબ જ મોટા એવા અનિર્બાન રોયને માણવા મળશે રાજકોટના હેમુ ગઢવી ઓડિટોરીયમમાં તા . 11 ને રવિવારે રાત્રે 8-30 કલાકે બરસે બદરીયા કાર્યક્રમ અંતર્ગત વર્ષાઋતુ આધારીત રાગો અને અનેક બાંસુરી 52 ફેવરીટ બનેલી ધૂનોની પ્રસ્તુતિ કરશે , સાથે તેમના જ મોટા બહેન મૈત્રયી રોય કે જેમણે 18 વર્ષથી શાસ્ત્રીય સંગીતની તાલીમ વિદુષી અંજના નાથ પાસેથી મેળવી છે તે પણ વર્ષારાણીને પોતાના શાસ્તરીય ગાયનથી તેમજ મિર્ઝા ગાલીબની ગઝલોથી રિઝવવા પધારશે.

આ બંને કલાકારોને તબલા 52 સાથ આપવા જેમણે વિશ્વભરમાં પોતાની કલા પાથરી છે અને ભારતનું તબલાવાદનનું ઘરેણું ગણી શકાય તેવા તબલા નવાઝ મણી ભારદ્વાજ કે જેઓએ વિશ્વ વિખ્યાત તબલા વાદક તારીખ ખાં પાસેથી તાલિમ લઇ હરિહરન, અને શંકર મહાદેવ અને અનુપ જલોટા જેવા અનેક ગાયકો સાથે સંગત કરી છે. તે મણિ ભારદ્વાજ પોતાની કલા દ્વારા સંગીતના ચાહકોને ડોલાવશે તેમજ એક અલગ જ પ્રકારનો માહોલ અને આનંદ લોકો માણી શકશે.

આ કાર્યક્રમને આશીર્વાદ અર્પણ કરવા રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન સંચાલિત પોઇચા નિલકંઠ ધામનાં અર્જુનભગત પધારશે . અતિથિવિશેષ તરીકે જેમણે જગજીતસિંઘ અને પંકજ ઉધાસ જેવા દિગ્ગજ ગઝલ ગાયકોના સમયમાં પોતાનું પણ નામ એક ગઝલ ગાયક તરીકે સુપ્રસિધ્ધ કર્યુ છે અને અનેક ગઝલોના આલ્બમ અને દેશ વિદેશમાં કાર્યક્રમો રજૂ કર્યા છે તેવા મખમલી અવાજના માલિક તેમજ મેઇલ વર્ઝનમાં ગવાયેલી પ્રાર્થના ઇતની શકિત હમે દેના દાતા મનકા  વિશ્વાસ કમજોર હોના … ના ગાયક એવા દિગ્ગજ ગઝલ ગાયક અશોક ખોસલાજી ખાસ ઉપસ્થિત રહેનાર છે.

તેમને પણ આ બંને બાળકોને સાંભળવાની ધણા સમયથી ઈચ્છા હતી અને તે માટે જ તેઓ ખાસ રાજકોટ આવી  રંહ્યા છે. તેમણે જણાવ્યું હતુ કે

રાજકોટમાં ગઝલનો માહોલ બહુ ઓછો બંધાયો છે અને તેમાંયે શસ્ત્રીય સંગીતમાં રાગો પર આધારીત ગઝલોનો કાર્યક્રમ બહુ ઓછા યોજાયા છે . ત્યારે આ કાર્યક્રમ માત્ર ને માત્ર સંગીતનાં સાચા ચાહકો અને જેમને ભારતીય સંસ્કૃતિની આ સંગીતશૈલીની પરંપરાને માણવાની અને તેના દ્વારા વિવિધ રાગોના વૈભવમાં ડૂબવાની ઇંતજારી છે તેમના માટે ખુબ સારો કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે . ખયાલ આર્ટનો આ પ્રથમ પ્રયોગ એ ભારતીય શાસ્ત્રીય સંગીતની પરંપરાને વધુ મજબુત બનાવી લોકોને સંગીતના માધ્યમથી ઇશ્વરીય આરાધનામાં જોડવાનો વિનમ્ર પ્રયાસ છે . આ કાર્યક્રમમાં માત્ર સુર સાઉન્ડના વિરાંગ ત્રિવેદીના સહયોગની ઓડિયો પ્રસ્તુતી જ નહીં , પરંતુ સ્ટેજ પરથી રાગ આધારીત વાતાવરણ અને સમય આધારીત વિઝયુઅલ પ્રસ્તુતી લોકોને મંત્રમુગ્ધ કરી દેશે . આ ખયાલ આર્ટ દ્વારા ભવિષ્યમાં પણ સમયાંતરે લોક સહયોગ અને સંગીત રસિકોના સહકારથી વિવિધ આવા જ વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો પ્રસ્તુત કરાશે.અબતકની શુભેચ્છા મુલાક્ાતે જયદીપ વસોયા, નરેન્દ્ર ઝીબા, હર્ષદ ગોહેલ, ધર્મેશ પરસાણા ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.