- 15મી મે સુધીમાં કર્મયોગી સોફટવેર પર મિલક્ત પત્રક ભરી દેવું પડશે
રાજય સરકારના વર્ગ 1 અને વર્ગ 2ના કર્મચારીઓની માફક હવે આ વર્ષથી વર્ગ-3ના કર્મચારીઓએ પણ દર વર્ષ પોતાની મિલકતો જાહેર કરવી પડશે. આગામી 15મીમે સુધીમાં કર્મયોગી સોફટવેર પર મિલકત પત્રક ભરી દેવા તાકીદ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો 1971ના નિયમ 19 માં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અંગે સ્થાવર જંગમ મિલકતનું પત્રક ભરવા માટેની જોગવાઈ થયેલ છે. પ્રવર્તમાન સૂચનાઓ રાજ્યપત્રિત અધિકારીઓ ને જે તે કેલેન્ડર વર્ષના સ્થાવર મિલકતના પત્રકો સંબંધિત કેલેન્ડર વર્ષ (એટલે કે જાન્યુઆરી થી ડીસેમ્બર સુધી) પુરુ થયા પછીના મહિનામાં સાથી સોફટવેર પર ઓનલાઇન ભરવાના રહે છે. જેમાં જરૂરી સુધારો કરવામાં આવેલ છે.ક
કર્મયોગી એપ્લીકેશન તૈયાર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને હવે રાજ્ય સરકારના રાજયપત્રિત અધિકારીઓ સાથે વર્ગ- 3ના કર્મચારીઓ માટે પણ વાર્ષિક મિલકત પત્રક ભરવાની કામગીરી ક્રર્મયોગી સોફટવેર અંતર્ગત ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ઓનલાઇન કરવા સૈધ્ધાંતિક નક્કી કરવામાં આવેલ છે.
રાજય સરકારના તમામ વર્ગ-3ના કર્મચારીઓ માટે ચાલુ વર્ષથી સજ્ય સરકારના રાજયપત્રિત અધિકારીઓની જેમ વાર્ષિક ધોરણે મિલકત પત્રક ભરવાની જોગવાઇ કરવામાં આવી છે.
નવી જોગવાઈ મુજબ, રાજ્ય સરકારના તમામ કર્મચારીઓએ સરકાર હેઠળની તેની પ્રથમ નિમણૂંક વખતે અને ત્યારબાદ દર વર્ષે અને વર્ષ દરમિયાન સ્થાવર કે જંગમ મિલકતના વ્યવહારો કરતી વખતે પ્રવર્તમાન સૂચનાઓ મુજબ નિયત કરેલ નમૂનામાં “કર્મયોગી” સોફટવેરમાં સક્ષમ સત્તાધિકારી/સંવર્ગ સંચાલકને વિગતો અચૂક રજૂ કરવાની રહેશે.
રાજ્ય સરકારના વર્ગ-3 ના કર્મચારીઓના વાર્ષિક મિલકત પત્રક ભરવાની કામગીરી ‘કર્મયોગી – સોફટવેરમાં ઓનલાઇન કરવાની હોઇ.આ અંગે કર્મચારીઓનોએચઆરપીએન નંબર જનરેટ રજીસ્ટ્રેશન કરવા અને કર્મચારીઓના વર્ષ 2023 ના કેલેન્ડર વર્ષના (જાન્યુઆરી થી ડીસેમ્બર સુધીના) મિલકત પત્રકો ભરવા અંગેની તમામ કામગીરી તા.15/05/2024 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.
કેલેન્ડર વર્ષ-2024 અને પછીના વર્ષો માટે ભરવાના થતા મિલકત પત્રકો પ્રવર્તમાન સુચનાઓ અનુસાર,જે તે કેલેન્ડર વર્ષ (એટલે કે જાન્યુઆરી થી ડીસેમ્બર સુધી) પુરુ થયા પછીના મહિનામાં નિયમીત રીતે ઓનલાઇન ધોરણે અચુક ભરવાના રહેશે અને સંવર્ગ સંચાલક દ્વારા તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
હાલમાં રાજ્ય સરકારના જે અધિકારી/કર્મચારીઓ દ્વારા વર્ષ 2023ના કેલેન્ડર વર્ષના થી ડીસેમ્બર સુધીના) મિલકત પત્રકો જાન્યુઆરી,2024 સુધીમાં ’સાથી સોફ્ટવેરમાં ભરવામાં આવેલ છે. તેઓએ આ સમયગાળાના મિલ્કત પત્રકો કર્મયોગી સોફ્ટવેરમાં પુન: ભરવાના રહેશે નહિ.
જે અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા જાન્યુઆરી 2024 સુધીમાં મિલક્ત પત્રક ભરવામાં આવેલ નથી તેવા અધિકારીઓ/કર્મચારીઓએ મોડામાં મોડા 31મી માર્ચ, 2024 સુધીમાં મિલકત પત્રક ભરવાની કાર્યવાહી કરવાની રહેશે. ઉપર વંચાણે લીધેલ ક્રમાંક:(2) થી આપવામાં આવેલ સૂચનાઓ મુજબ સ્થાવર મિલકતના પત્રકો જે તે કેલેન્ડર વર્ષ પૂરું થયા પછીના જાન્યુઆરી માસમાં અને મોડામાં મોડા 31મી માર્ચ સુધીમાં રજૂ કરવામાં ન આવે તો આ બાબતને ગેરશિસ્ત ગણીને આવા પત્રકો સમયસર રજૂ નહીં કરનાર સંબંધિતોનો પગાર અટકાવવાની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
રાજયના વર્ગ-3ના પોલીસ કર્મચારીઓ,પંચાયત સેવાના કર્મચારીઓ, નગરપાલિકા/મહાનગરપાલિકાના
કર્મચારીઓ તેમજ બોર્ડ/નિગમ, સરકારની સ્વાયત્ત સંસ્થાઓ/જાહેર સાહસો/એકમો વગેરેના કર્મચારીઓ માટે પણ :સ્થાવર/જંગમ મિલકત પત્રકો તેમની નિમણૂંક સમયે અને ત્યારબાદ વાર્ષિકધોરણે ભરવા સંદર્ભમાં તેઓને લાગૂ પડતા નિયમોમાં આનુષાંગિક સુધારા કરવા સારુ જરૂરી હુકમો કરવા સંબંધિત સંવર્ગ સંચાલક /નિયોક્તાઓએ સત્વરે કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
આ અંગેની તમામ કામગીરી પણ ‘કર્મયોગી’ સોફટવેર અંતર્ગત તા.15/05/2024 સુધીમાં પૂર્ણ થાય તે
સંબંધિત સંવર્ગ સંચાલક સત્તાધિકારીઓએ સુનિશ્ચિત કરવાનું રહેશે અને ત્યારબાદ કેલેન્ડર વર્ષ-2024 અને તે પછીના વર્ષો માટે ભરવાના થતા મિલ્કત પત્રકો સુચનાઓ અનુસાર, જે તે કેલેન્ડર વર્ષ (એટલે કે
જાન્યુઆરી થી ડીસેમ્બર સુધી) પુરૂ થયા પછીના મહિનામાં નિયમીત રીતે ઓનલાઇન ધોરણે અચુક ભરવાના રહેશે અને સંવર્ગ સંચાલક દ્વારા તે સુનિશ્ચિત કરવાનું રહેશે.