ઉત્તરવાહીની માટે રી ચેકિંગની તારીખ 16મે સુધી લંબાવાઈ
ગુજરાત રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરી દેવાયું છે ત્યારે ગુજરાત સેક્ધડરી અને હાયર સેક્ધડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની માર્કશીટ તારીખ 12 થી આપવામાં આવશે. આ અંગે બોર્ડ દ્વારા ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરને 10 મે સુધીમાં માર્કશીટ આપી દેવાશે અને 11મે ના રોજ ડીઇઓ કચેરી મારફતે શાળાઓ સુધી માર્કશીટ પહોંચાડ્યા બાદ તારીખ 12 ના રોજ વિદ્યાર્થીઓને માર્કશીટ અપાશે.
ઉત્તર વાહિની ના રી ચેકિંગ માટેની પણ સમય અવધી બોર્ડ દ્વારા 16 મે સુધી નિર્ધારિત કરવામાં આવી છે. ગુજકેટ માટેની માર્કશીટ મેળવવા વિદ્યાર્થીઓએ રૂપિયા 200ની ફી ભરવી પડશે એટલું જ નહીં તેના રીચેકિંગ માટે રૂપિયા 100ની ફી ભરવાનું બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 65.58 ટકા નોંધાયું હતું જે ગત 2022 ની સરખામણીમાં 6.64 ટકા ઓછું આવ્યું છે અને 18 વર્ષના ઇતિહાસમાં સૌથી ઓછું પરિણામ હોવાનું પણ જોવા મળ્યું છે. વર્ષ 2022 માં 72 ટકા વિદ્યાર્થીઓએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પાઠ કરી હતી અને વર્ષ 2005માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 54.96 ટકા જોવા મળ્યું હતું.