ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ જીએસીઈબી વેબસાઈટ પર જઈને પરિણામ જોઈ શકશો.
ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ આવ્યું છે. જેમાં ફરી એકવાર પરિણામમાં દીકરીઓએ બાજી મારી છે. દીકરીઓનું 80.39 ટકા પરિણામ જયારે દીકરાઓનું 67.03 ટકા પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવતા હાલ શાળાઓમાં ખુશીનો માહોલ છવાયો છે. શાહના શિક્ષકો તથા વાલીઓમાં પણ હર્ષની લાગણી છવાઈ હતી.
રાજકોટની વાત કરીએ તો ધોરણ 12 કોમર્સ પ્રવાહના પરિણામમાં ધોળકિયા સ્કૂલના 4 વિદ્યાર્થીઓએ 99.99 પીઆર સાથે બોર્ડ ફર્સ્ટનો ક્રમાંક મેળવ્યો હતો. તેમજ ક્રિષ્ના સ્કૂલના વિદ્યાર્થી શ્રેણિક દેસાઈએ 99.99 પીઆર સાથે બોર્ડ ફર્સ્ટનો ક્રમાંક મેળવ્યો હતો.
વોટ્સએપથી પણ જાણી શકાશે પરિણામ
વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું પરિણામ જાણી શકે છે. આ માટે વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલવાનો રહેશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને SR નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે તેવું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પરિણામ જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓએ SSC<space>રોલ નંબર લખીને 56263 પર મેસેજ મોકલવાનો રહેશે. જે બાદ થોડા સમય પછી વિદ્યાર્થીઓ તેમના ફોન પર તેમના પરિણામો મેળવી શકશે