મકાન માલિક, કોન્ટ્રાકટ સહિત ત્રણની ધરપકડ: 20 જેટલી દારૂની બોટલો ફોડી નાખી: એકની શોધખોળ
રાજકોટ જિલ્લામાં દારૂ બંધીનાં કડક અમલ કરવા એસ.પી.જયપાલસિંહ રાઠોડે આપેલી સુચનાને પગલે જેતપૂરના સીટી પોલીસ મથકના પી.આઈ એસ.એમ. જાડેજા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ ત્યારે શહેરના બાપુની વાડી વિસ્તારમાં ખોડીયાર પાન વાળીના ગલીમાં આવેલા મકાનમાં કોન્ટ્રાકટરે વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની મળેલી બાતમીનાં આધારે સ્ટાફે દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન અન્ય બે શખ્સો છુપાવેલો દારૂની બોટલો કેફી પુરાવાનો નાશ કરી સ્ટાફને અવરોધ ઉભો કરી મકાન માલીક દારૂ છુપાવનાર કોન્ટ્રાકટર સહિત ત્રણની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે એકની શોધખોળ હાથ ધરી છે.
જેતપુર સિટી વિસ્તારમાં આવેલ બાપુની વાડી વિસ્તારમાં ખાનગી રાહે હકીકત મળેલ કે ,જતીન ઉર્ફે બંટી રમેશભાઇ વાઘેલા કબજા ભોગવટાનાં મકાનમાં દારૂનો જથ્થો સંતાડેલ છે તેવી હકીકત જગ્યા વાળી સ્થળે રેડ કરતા જે મકાનની ડેલી ખુલ્લી હોય જે ડેલી અંદર બાથરૂમ પાસે એક ઇસમ હાજર હોય જે પોલીસને જોઇ બાથરૂમમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો ફેંકવા લાગેલ જેથી જેમ તેમ કરી પોલીસ ડેલી અંદર પ્રવેશ આરોપી જતીન પોલીસ કર્મી મંદીપસિંહ સાથે ઝપાઝપી કરવા લાગેલ આ ઝપાઝપી દરમ્યાન અન્ય આરોપી જતીન નો શર્ટ ફાટી ગયેલ જ્યારે અન્ય આરોપીનું નામ પૂછતા પંકજભાઇ તેજાભાઇ વાઘેલા , ધંધો – કંટ્રક્શનનો , પકડાયેલ ઇસમ નશા તળે હોવાનું જણાયેલ હતું જ્યારે અન્ય આરોપીઓ નું પૂછતા જતીન ઉર્ફે બંટી રમેશભાઇ વાઘેલા તે હાલ જ બાપુની વાડીમાં ગયેલ હોવાનું જણાવતા જેતપુર સિટી પો.કોન્સ . રામજીભાઇ ગરેજા તથા અભયરાજસિંહ જાડેજા બન્ને તેને પકડવા માટે ગયેલ . ઇસમને પકડી રાખેલ તે દરમ્યાન બે ઇસમો મનીષ ઉર્ફે કાળો હરીભાઇ પારઘી તથા તેનો ભાઇ ભરત હરીભાઇ પારઘી આવી બાથરૂમમાં રહેલ ઇંગ્લીશ દારૂ ભરેલ બે ઝબલા ઉંચકી ફોડવા લાગેલ તે ને રોકવાનો પ્રયત્ન કરતા બન્ને ઇસમોએ ધક્કા મારી ઝપાઝપી કરી ઝબલામાં રહેલ બોટલો ફોડી નાખેલ ડેલી પાસે છૂટી છવાયેલ ઈંગ્લીશ દારૂની કુટેલ બોટલના કાચના ટુકડા તથા બે કાળા ઝબલામાં ઇંગ્લીશ દારૂની બોટલો ફુટેલના કાચના ટુકડા તથા ઢાંકણા જોવામાં આવેલ જે 20 ઢાકણા મળી આવ્યા છે.
જતીન ઉર્ફે બંટી રમેશભાઇ વાઘેલા બાબતે પુછતા પોતાના કાકાનો દિકરો થતો હોવાનું અને સદર મકાન તેનું હોવાનું જણાવેલ છે . જેથી ઇસમને સાથે રાખી મકાનમાં ઝડતી કરતા અન્ય કોઇ ગુનાહીત ચીજ વસ્તુ મળી નાં આવત ઈંગ્લીશ દારૂ બાબતે પુછતા જતીન ઉર્ફે બંટી રમેશભાઇ વાઘેલા મનીષ ઉર્ફે કાળો હરીભાઇ પારઘી અને ભાઇ ભરત હરીભાઇ પારધી લાવેલ હોવાનું જણાવેલ હતું પંકજભાઇ તેજાભાઇ વાઘેલા , અને જતીન ઉર્ફે છંટી રમેશભાઇ વાઘેલાના રહેણાંક મકાનમાં ગે.કા.
ઇંગ્લીશ દારૂનો જથ્થા સાથે મળી આવી , પોલીસ રેઇડ દરમ્યાન ઇંગ્લીશ દારૂની બોટલો ફેંકી રેઇડમાં અવરોધ ઉભો કરી , આરોપી નં . મનીષ ઉર્ફે કાળો હરીભાઇ પારઘી તથા ભરત ઉર્ફે કટીયો હરીભાઇ પારઘી સાથે મળી ઈંગ્લીશ દારૂની બોટલો ફોડી પુરાવાનો નાશ કરી ,રેઇડ દરમિયાન મદદગારી બદલ પંકજ તેજા વાઘેલા, જતીન બંટી રમેશ વાઘેલા અને ભરત ઉર્ફે કટીયો હરી પારધીની ધરપકડ કરી દારૂ અને કાવતરૂ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારેનાશી છૂટેલા મનીષ ઉર્ફે કાળો હરી પારધીની શોધખોળ હાથ ધરી છે.