અબતક, ઋષિ મહેતા
મોરબી
મોરબી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે માઝા મૂકી રહ્યો છે. મોરબીના એક પણ મુખ્ય રસ્તાઓ એવા નહી હોઈ જ્યાં રેઢિયાળ ઢોરનો ત્રાસ ન હોઈ! અવારનવાર આખલા યુદ્ધના દ્રશ્યો સામે આવતા હોવા છતાં તંત્ર દ્વારા રખડતા ઢોરનો ત્રાસ અટકાવવા કાર્યવાહી ન કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મોરબીના શનાળા રોડ પર આવેલ માર્કેટ યાર્ડ ખાતે બે ખૂંટીયાઓ યુદ્ધે ચડતા દોડધામ મચી ગઇ હતી. અને રાહદારીઓના જીવ ઉંચા થઈ હતા. 20 થી 25 મિનિટ ચાલેલા આ આખલા યુદ્ધને પગલે નાના મોટા અનેક વાહનોમાં નુકશાન થયું હતું. આ ઉપરાંત સ્કૂલે જતા બાળકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.
મોરબી પાલિકા તંત્ર આ સમસ્યાનો નિકાલ લાવવા શેરી ગલીઓમાં રખડતા ઢોરને તાત્કાલિક પૂરવામાં આવે તેવી સામાજિક અગ્રણી અબ્દુલભાઈ બુખારી સહિતના અગ્રણીઓ દ્વારા માંગ ઉઠવાઈ છે.