મોચી બજાર કોર્ટ સામે ફુટપાથ પર જુના કપડાનો વ્યવસાય કરતા બે જૂથ વચ્ચે ધંધાકીય હરિફાઇના કારણે સરા જાહેર સામસામે છુટા પથ્થરમારો કરતા નાસભાગ મચી ગઇ છે. બંને જુથ્થ વચ્ચે થયેલી અથડામણના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો. મહિલા સહિત ત્રણ જેટલી વ્યક્તિઓ ઘવાતા 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બંને જૂથ્થ વધુ હિંસક બને તે પહેલાં પોલીસ ઘટના સ્થળે પહોચી બે શખ્સોને રાઉન્ડઅપ કરી લીધા છે. ઘવાયેલાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથધરી છે. ઘવાયેલા જૂથ્થ દ્વારા સામેનું જૂથ્થ માથાભારે હોવાના અને અવાર નવાર લુખ્ખાગીરી કરી પૈસા પડાવતા હોવાના આક્ષેપ કર્યા છે. (તસવીર: દિપેશ ગરોધરા)
Trending
- શું તમારું બાળક ચીડચીડુ થઈ ગયું છે??
- ગરમીમાં ઠંડક આપતું આ સ્થળ જેના વિશે જાણીને પણ ઠંડક વળશે..!
- પ્રાંત કચેરી નલિયા ખાતે સંકલન બેઠક…
- પ્રશ્નાવાડા ગામે ભાવસિંગ જાદવે કર્યો એક પુરક વ્યવસાય!!!
- આવા પણ મહેમાન હોય ..!
- કાફે ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરી???
- તાજુ આદુ કે સૂકી સુંઠ : હેલ્થ માટે કયું વધું ફાયદાકારક !
- ટેણીયાને ચશ્માંથી બચાવવા માંગતા હોઈ તો આ બાબતોનું ધ્યાન રાખો..!