હજુ થોડા સમય પહેલા જ કચ્છ જિલ્લાના નાના રણમાં ઘુડખર અભ્યારણની જમીનમાં ગેંગવર્ક તેમજ સ્થાનિક સંગઠનો વચ્ચે બબાલ બંદુક ધારીયા તલવાર પાઈપ લાકડી લઈને આવારા તત્ત્વો ધસી આવ્યા હતા ત્યારે આજે ફરી એક વખત ખાખીનો ખોફ ઓસરી ગયો હોય અને શખ્સોને પોલીસનો ડર જના રહ્યો હોય તેવી ઘટના બની હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના કચ્છ જીલ્લાની છે જ્યાં ખાવડા નજીક બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. બે જૂથ વચ્ચે ઘર્ષણ થવાના લીધે તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું. ટોળાઓ લાકડી લઈને ઝઘડો કરવા માટે ધસી આવ્યા હતા ત્યારે સ્થાનીકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ક્યાં કારણોસર બન્ને જૂથ વચ્ચે અથડામણ થઈ તેનું કારણ હાલ અકબંધ છે ત્યારે ખાવડામાં બે જૂથના અથડામણમાં એક ને છરી વાગતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી અને ટોળા દ્વારા લાકડીઓ લઇને ભય નો વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું.