રૈયાધાર પ્રેમ પ્રકરણ મામલે યુવાનના ટાંટીયા ભાંગી નાખ્યાં: જંગલેશ્વરમાં પ્રેમ સંબંધમાં સાત શખ્સોએ મહિલાને માર માર્યો
નાના મવા પાસે ચાર શખ્સોનો માતા પુત્ર પર હુમલો: વેલનાથપરામાં બે શખ્સોએ પ્રૌઢાને પાઇપ ઝીંક્યા
રાજકોટ શહેરમાં બિહાર જેવી સ્થિતિ થતી દેખાઈ રહી છે. માત્ર 24 કલાકમાં જ શહેરના જુદા જુદા સાહસ સ્થળો મારામારીના બનાવ સામે આવ્યા છે જેમાં ચાર મહિલા સહિત આઠ લોકો ઘાયલ થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયાધાર પાસે શાસ્ત્રીનગર પાસે આકાશ ડેરીની બાજુમા રહેતા મયુરભાઈ યોગેશભાઈ પોરિયા નામના 34 વર્ષના યુવાન પર રવુભા સહિતના શખ્સોએ હુમલો કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પ્રાથમિક પૂછતાછમાં જણાવ્યા મુજબ મયુરભાઈનો નાનોભાઈ પિયુષ ત્રણ માસ પહેલા રવુભાની પુત્રીને ભગાડી ગયો હોય જેનો ખાર રાખી માર માર્યાનું જાણવા મળ્યું છે.તો અન્ય બનાવમાં જંગલેશ્વરમાં રાધા કૃષ્ણ સોસાયટીમાં રહેતા રેખાબેન ધર્મેશભાઈ લીંબડીયા નામની 35 વર્ષીય મહિલા પર રમેશ કાળુ લાવડિયા, સુખદેવ કાળુ ચાવડા, ચેતન ધીરુ ચાવડા, ધર્મેશ, દિપક, રાહુલ ઉર્ફે ચકી અને રાજદીપ સહિતના શખ્સોએ માર માર્યો હતો. આ અંગે રેખાબેન દ્વારા ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ ફરિયાદી મહિલાના ભાણેજ લખનને પૂરી સાથે પ્રેમ સબંધ હોય જે બાબતનો ખાર રાખી લખન સાથે માથાકૂટ કરતા હોય જેમાં છોડાવવા જતા મહિલાને માર માર્યાનું જણાવ્યું હતું.
જ્યારે અન્ય બનાવમાં આણંદપર ગામે રહેતા અનુબેન કિશનભાઇ અઘારીયા નામના 35 વર્ષીય પરિણીત પર લાભુભાઈ અને એક અજાણ્યા શખ્સે લાકડી વડે માર મારતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત વેલનાથપરામાં ખોખરદળમાં નદી પાસે રહેતા કાંતાબેન જેન્તીભાઇ ગોઢાણિયા નામના 50 વર્ષીય પ્રૌઢ ગઇ કાલે રાત્રીના 10 વાગ્યાની આસપાસ ઘર પાસે હતા ત્યારે કિશન, દાડીએ પાઈપથી હુમલો કર્યો હતો.
વધુ એક બનાવમાં બેડી નાકા ટાવર પાસે રહેતા જયપરી મનોજપરી ગોસ્વામી નામના 21 વર્ષ યુવાન કેસરી પૂલ પાસે બાલાજી પાન નજીક હતા ત્યારે અજાણ્યાએ લમધારી નાખ્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યારે આખરી બનાવમાં નાના મવા રોડ પર આવેલા દેવનગર વિસ્તારમાં રહેતા મહાવીર જીતેન્દ્રભાઈ રાઠોડ (ઉ.વ.20) અને તેમના માતા મંજુલાબેન રાઠોડ (ઉ.વ.42) પર કોઈ કારણોસર રાત્રીના 1:30 વાગ્યાની આસપાસ રાજ વાઘેલા, રાજ કાપડી, મુકેશ મકવાણા અને અજાણ્યા શખ્સોએ પાઇપથી માર માર્યો હતો. પોલીસે તમામ ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.