હળવદ ગત તા.09/10 ના રોજ હળવદ શહેરની સરા ચોકડી ખાતે ફટાકડાના સ્ટોલ રાખવા બાબતે બે જૂથ વચ્ચે થયેલ બોલાચાલી બાદ મારામારી અને સરાજાહેર ફાયરીંગના બનાવમાં કુલ સાત આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ થયેલ હતો. જે ગુનાના મુખ્ય પાંચ આરોપીમાંથી ત્રણ આરોપીને ઝડપી પાડતી મોરબી એલસીબી પોલીસ
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ શહેરના સરા ચોકડી નજીક આવેલ સિનિયર સીટીઝન પાર્ક નજીક ગત તા.09/10/22 ના રોજ ફટાકડાના સ્ટોલ રાખવા બાબતે બે જૂથ વચ્ચે માથાકૂટ થયેલ. જે બનાવમાં મારામારી તેમજ ફાયરીંગ થયેલ હોય જે બનાવ બાદ હળવદ પોલીસ ખુદ ફરિયાદી બની સાત આરોપી વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય પાંચ આરોપીઓ પકડવા પર બાકી હતા.
જે ફરાર આરોપીઓમાં પૈકી ત્રણ આરોપી પંકજભાઈ ચમનભાઈ ગોઠી, ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધમો ચમનભાઈ ગોઠી, મેહુલભાઈ ઉર્ફે મેરો પ્રેમજીભાઈ કણઝારિયાને બાતમીને આધારે જામનગર જિલ્લાના જાંબુડા ગામથી ગુનામાં વપરાયેલ હથિયાર સાથે ઝડપી હસ્તગત કરી આગળની કાર્યવાહી સબબ હળવદ પો. સ્ટે. સોંપવા તજવીજ હાથ ધરેલ હતી.