રાજકોટ શહેરના થોરાળા વિસ્તારના ગંજીવાડામાં શેરીમાંથી નીકળવાના પ્રશ્ર્ને થયેલા ઝઘડામાં સાત શખ્સોએ મહિલા સહિત ચાર પર છરી અને ધોકાથી હુમલો કર્યાની જ્યારે ચુનારાવાડમાં દારુના નશામાં ચકચુર બનેલા પુત્રએ પોતાના પિતા પર ખૂની હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ચુનારાવાડમાં નશો કરેલા પુત્રએ પિતા પર કર્યો ખૂની હુમલો
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગંજીવાડામાં રહેતા રોહિતભાઇ ગોરધનભાઇ વાલાણી, પરેશભાઇ મનસુખભાઇ, વિજયભઇ મનસુખભાઇ અને મિતલબેનને ટીકો ગોવાણી, વિપુલ ઉર્ફે વાટકો, રવિ ભાવેશ, લાલો વાલજી, ઉદય ટીના, પ્રકાશ ઉર્ફે પકો ગોવાણી અને અક્ષય નામના શખ્સોએ છરી અને ધોકાથી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.રોહિત વાલાણી ગંજીવાડા શેરી નંબર 36માંથી પસાર થતો હતો ત્યારે ટીન્કો ગોવાણીએ અટકાવી તુ કેમ આ શેરીમાં આટા ફેરા કરે છે તેમ કહી માર મારતા તેને બચાવવા વચ્ચે પડેલા પરેશ મનસુખભાઇ, વિજય મનસુખભાઇ અને મિતલબેન પર પણ હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. થોરાળા પોલીસ મથકના પીએસઆઇ પી.એમ.રાઠવા સહિતના સ્ટાફે રોહિત વાલાણીની ફરિયાદ પરથી ટીન્કો ગોવાણી સહિત સાત શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
જ્યારે ચુનારાવાડ વિસ્તારમાં રહેતા અશોકભાઇ શંભુભાઇ સોલંકી નામના 53 વર્ષના પ્રૌઢ સાથે દારુના નશામાં તેના પુત્ર અશ્ર્વિને ઝઘડો કરી ધક્કો મારતા માથામાં ગંભીર ઇજા થતા સારવાર માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.