હાલ સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. બધા જ પક્ષો હાલ ચૂંટણી પ્રસારમાં લાગી ગયા છે ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા સભા યોજવામાં આવી હતી ત્યારે આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું. મળતી માહિતી મુજબ આ ઘટના સુરતના સરથાણા વિસ્તારની છે જ્યાં ગઈ કાલે રાત્રે ભાજપ અને AAPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો.
આપ આદમી પાર્ટી દ્વારા કિરણ ચોક ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સભા પૂર્ણ થયા બાદ ભાજપ કાર્યાલય પર બબાલ થઈ હતી. યોગીચોક ભાજપ કાર્યાલય ખાતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થર મારો થતા ભાજપ કાર્યકર ઘાયલ થયા હતા.
ચૂંટણી પ્રચાર સમયે આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. બન્ને પક્ષો વચ્ચે પથ્થરમારો થતા ગાડીઓને નુકસાન થયું હતું. અનેક ગાડીઓના કાચ તૂટ્યા હતા. યોગીચોક ખાતે પોલીસ કાફલો અને BSFની ટુકડી આવી પહોંચી હતી. હાલ સમગ્ર મામલો કાબુમાં લેવામાં આવ્યો છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.