જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં શ્રાવણી મેળાના ટેન્ડર ખોલતી વખતે બે ધંધાર્થીઓ વચ્ચે તકરાર થઈ હતી .
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાન તેમજ રંગમતી નદીના પટમાં મેળાનું આયોજન કરાયું છે, જે મેળાના બીજા રાઉન્ડના ટેન્ડરો ખોલતી વખતે બે ટેન્ડર ધારકો વચ્ચે એસ્ટેટ શાખાની કચેરીમાં જ ઝઘડો થયો હતો, અને અભદ્ર વાણી વિલાસના ઉચ્ચારણ થયા હતા.
સમગ્ર પ્રક્રિયા દરમિયાન એસ્ટેટ શાખાની ટીમ મૌન રહેતા આશ્ચય થયું હતું. જોકે અન્ય ટેડર ધારકો વગેરે આવીને બંને પાર્ટી વચ્ચે સુલેહ કરાવીને મામલો થાળે પાડ્યો હતો.
જોકે આ મામલે કોઈ ફરિયાદ થઈ નથી. પરંતુ મહાનગરપાલિકાની કચેરીમાં વાતાવરણ ગરમાયું હતું.
સાગર સંઘાણી