સિક્યુરિટી ઇન્ચાર્જ અને ઉચ્ચ અધિકારીઓની ભલામણ બાદ સમાધાન

સિવિલ હોસ્પિટલમાં દિનપ્રતિદિન બખેડાના બનાવો વધી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ એક તબીબને માર માર્યો બાદ આજરોજ સવારે ઓક્સિજન પ્લાન્ટ ના કર્મચારી અને એઈમ્સના સિક્યોરિટી ગાર્ડ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ત્યાર બાદ સિક્યુરિટી ઇન્ચાર્જ અને ઉચ્ચ અધિકારીઓએ ભલામણ બાદ સમાધાન થઈ ગયાનું સામે આવ્યું છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટમાં ફરજ બજાવતા આર્યન દિલાવર ભાઈ રાઠોડ નામના 21 વર્ષનો યુવાન આજ સવારે પ્લાન્ટ પાસે હતો ત્યારે એમના સિક્યોરિટી ગાર્ડ અને એક્સ આર્મી મેન મહેન્દ્રસિંહ એ પોતાનું બાઈક ઓક્સિજન પ્લાન્ટ પાસે રાખ્યું હતું.

જેથી આર્યન રાઠોડ એ ઓક્સિજન ભરવા માટે વાહન આવતું હોવાથી તેમનું બાઈક હટાવી લેવા કહ્યું હતું જે બાબતે બંને વચ્ચે બોલાચાલી થયા બાદ ઝપાઝપી થઈ હતી પરંતુ ઘટનાની જાણ સિક્યુરિટી રૂમમાં થતા તુરંત જ સિક્યોરિટી ઇન્ચાર્જ સહિતનો સ્ટાફ ઓક્સિજન પ્લાન્ટ પાસે દોડી ગયો હતો અને ઉચ્ચ અધિકારીઓની મદદથી બંને વચ્ચે સમાધાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.