બુધવારેવ કોંગ્રેસ દ્વારા બાઈક રેલી સાથે કલેકટરને આવેદન આપવામાં આવશે:અશોક ડાંગર
રાજ્યની ભાજપ સરકારની ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે ગુજરાતમાં વારંવાર રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્ય બની ગઈ છે હાલમાં જ હેડ ક્લાર્ક ની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થયેલ છે જેના કારણે રાજ્યના લાખો બેરોજગાર યુવાનો હાલાકી અને અરાજકતાનો ભોગ બન્યા. રાજ્યની ભાજપ સરકાર યુવાનોના પ્રશ્નો અંગે અત્યંત અસંવેદનશીલ હોવાનો આ એક વધુ બોલતો પૂરાવો છે.
પહેલેથી બેકારીનો ભોગ બનેલા રાજ્યના લાખો બેરોજગાર યુવાનોને પરીક્ષા આપવા જવાનો ખર્ચ, સમયનો દુર્વ્યય અને ભારે હાલાકી ભોગવવા પડ્યા. બેરોજગાર યુવાનો માટે ઉપયોગી આયોજન કે નીતિ ઘડવાને બદલે તેમની હાલાકીમાં વધારો કરવાનું રાજ્યની ભાજપ સરકારનું આ પગલું અત્યંત નીંદનીય છે. હંમેશની જેમ રાજ્યની પ્રજાના પડખે રહેવાની તેમજ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની નેમ સાથે કોંગ્રેસ પક્ષ સતત સક્રિય રહ્યો છે.
ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યની ભાજપ સરકારના આ અત્યંત ગંભીર અને ગુનાહિત છબરડા સામે આજે ત્રિકોણબાગ ખાતે ધરણા નો કાર્યક્રમ યોજાયો. તેમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, ડો. હેમાંગભાઈ વસાવડા, દિનેશભાઈ મકવાણા, મનપાના પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા, પ્રવીણભાઈ રાઠોડ, દિપ્તીબેન સોલંકી, ગોપાલભાઈ અનડકટ, વશરામભાઈ ચાંડપા, કોર્પોરેટર કોમલબેન ભારાઈ, વોર્ડ પ્રમુખ અશોકભાઈ જોશી, કેતનભાઈ જરીયા, ગીરીશભાઈ ઘરસંડિયા, બીજલભાઈ ચાવડીયા, વાસુભાઈ ભંભાણી, નરેશભાઈ પરમાર, નારણભાઈ હીરપરા, પૂર્વ કોર્પોરેટરો સંજયભાઈ અજુડિયા, નીલેશભાઈ મારું, ફ્રન્ટલસેલ નરેશભાઈ સાગઠીયા, હાર્દિક પરમાર, આશિષસિંહ વાઢેર, મુકેશભાઈ પરમાર, તેમજ આગેવાનો મનોજભાઈ ગેડિયા, રામભાઈ જીલરીયા, ઠાકરસીભાઈ ગજેરા, હર્ષદભાઈ વઘેરા, જલ્પેશભાઇ કલોલા, જગદીશભાઈ સાગઠીયા, રવિભાઈ ડાંગર, સિકંદરભાઈ ડાકોરા, સુરેશભાઈ ગરેંયા, રોહિતભાઈ માલા, નાગજીભાઈ વિરાણી, ગોપાલભાઈ બોરાણા, ભરતભાઈ ગોંડલિયા, ગોપાલભાઈ મારવી, નીતિનભાઈ પાંચાણી, હિરલબેન રાઠોડ સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અશોકભાઈ ડાંગર અને પ્રદીપભાઈ ત્રિવેદી સહીત ૨૩ કોંગી આગેવાનોની પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી.