ઈસ્લામાબાદની અદાલતે તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં દોષિત ઠેરવ્યા
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે આ અંગે નિર્ણય આપ્યો છે. ઈમરાન ખાનને તાજેતરમાં તોશાખાના કેસમાં સજા સંભળાવવામાં આવી છે. ઈસ્લામાબાદની અદાલતે તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ભ્રષ્ટાચાર માટે દોષિત ઠેરવ્યા બાદ ખાન (70)ની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે ખાનને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી.
પાકિસ્તાનના ચૂંટણી પંચે મંગળવારે પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને 5 વર્ષ માટે અયોગ્ય ઠેરવ્યા છે. તોશાખાના કેસમાં વિદેશી નેતાઓ પાસેથી મળેલી ભેટના વેચાણથી મળેલી આવક છુપાવવા બદલ કમિશને ઈમરાન ખાન વિરુદ્ધ આ પગલું ભર્યું છે. આનો અર્થ એ થયો કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા 5 વર્ષ સુધી સંસદ સભ્ય બની શકશે નહીં. તે જ સમયે, ઈમરાન ખાનની પાર્ટીના મહાસચિવ અસદ ઉમરે જણાવ્યું કે કમિશનના નિર્ણયને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં પડકારવામાં આવશે.
તોશાખાના સંબંધિત ભ્રષ્ટાચારના આ કેસમાં ઈમરાન ખાનને ઈસ્લામાબાદની જિલ્લા અને સત્ર અદાલતે દોષિત ઠેરવ્યો હતો અને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. કોર્ટના આ નિર્ણય બાદ એ સ્પષ્ટ થઈ ગયું હતું કે ખાન 5 વર્ષ સુધી કોઈ જાહેર પદ પર રહી શકશે નહીં. ચૂંટણી પંચ દ્વારા તોશાખાના કેસમાં ઈમરાન ખાનને પ્રોપર્ટી છુપાવવા અને સરકારી ગિફ્ટ વેચવા બદલ દોષી ઠેરવ્યા બાદ આ કેસમાં ઇમરાન ખાન વિરુદ્ધ આ આકરી કાર્યવાહી કરી છે. પરિણામે હવે પાકિસ્તાનની તહરીક-એ-ઇન્સાફ એટલે કે પીટીઆઇના વડા પાંચ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં! જોકે આ નિર્ણયનો પાર્ટીના મહાસચિવ અસદ ઉંમરે વિરોધ કરી ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં પડકારવાનો દાવો કર્યો છે.