છ બેઠકો માટે ૩૯ થી વધુ દાવેદારો: ગુરૂવારે સ્ક્રિનીંગ કમિટીની બેઠક
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી ૭ પૈકી ૬ બેઠકો માટે આગામી ૨૧મી ઓકટોબરે યોજાનારી પેટાચૂંટણી માટે કોંગ્રેસમાં દાવેદારોનો રાફડો ફાટયો હોય તેમ છ બેઠકો પરી ચૂંટણી લડવા માટે ૩૯થી વધુ દાવેદારોએ દાવેદારી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. અસંતોષની આગ ઠારવા માટે કોંગ્રેસ ઉમેદવારને સીધુ જ મેન્ડેટ આપે તેવી સંભાવના જણાય રહી છે. ઉમેદવારોના નામની ફાઈનલ પેનલ તૈયાર કરવા અને કોઈ એક નામને આખરી ઓપ આપવા ગુરૂવારે કોંગ્રેસની સ્ક્રીનીંગ કમીટીની બેઠક મળશે.
રાધનપુર, બાયડ, લુણાવાડા, રાદ, અમરાઈવાડી અને ખેરાલુ સહિત છ વિધાનસભા બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આજે સાંજે મુખ્યમંત્રીના નિવાસ સને ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળનાર છે. બીજી તરફ કોંગ્રેસે પણ ઉમેદવારોની પસંદગી માટે શરૂ કરેલી પ્રામિક તૈયારીમાં છ બેઠકો પરી ચૂંટણી લડવા માટે ૩૯થી વધુ દાવેદારોએ દાવેદારી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉમેદવારનું નામ જાહેર યા બાદ અસંતોષની આગ ફાટી ન નીકળે તે માટે કોંગ્રેસે એવો નિર્ણય લીધો છે કે, જે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે તેના નામની જાહેરાત કરવાની બદલે તેને સીધુ જ મેન્ડેટ આપી દેવામાં આવશે. ઉમેદવારની આખરી પસંદગી માટે આગામી ગુરૂવારે કોંગ્રેસ સ્ક્રીનીંગ કમીટીની બેઠક મળશે જેમાં ઉમેદવારોના નામની પેનલ બનાવવામાં આવશે અને તેમાંથી કોઈ એક નામની પસંદગી કરાશે.