રાજેશ મહેતાની પ્રમુખપદે છઠ્ઠી વખત વરણી :પાંચ હોદ્દેદારો અને સાત કારોબારીની નિમણૂંક
શહેરના કલેઈમ બાર એસોસીએશનના હોદ્દેદારોની ચુંટણી ગત શનિવારે યોજાયેલી જેમાં સિનિયર -જૂનિયર એડવોકેટો દ્વારા દરવર્ષથી જેમ સુમેળ ભર્યા વાતાવરણમાં પ્રમુખસહિત પાંચ હોદેદારો અને મહિલા સહિત સાત કારોબારી સભ્યની બિનહરીફ વરણી કરવામાં આવતા વર્કીલો મિત્રોએ અભિનંદન પાઠવ્યા છે.વધુમાં શહેર કલેઈમ બાર એસોસીએશન દ્વારા દર વર્ષની માફક આ વર્ષ પણ ૨૦૨૦ની ચુંટણીમાં સભ્યોએ સાથે મળી અને હોદેદારોની નીમણુક કરેલ હતી
આ વર્ષ પ્રમુખપદના ઉમેદવાર રાજેશ આર.મહેતા ઉપપ્રમુખ જી.આર.પ્રજાપતી,સેક્રેટરી સંજય બાવીશી જોઈન્ટ સેક્રેટરી પ્રિયાંક ભટ્ટ ખજાનસી ભાવેશ મકવાણા બીનહરીફ જાહેર થાય કલેઈમ બારમાં સાત સભ્યોની કારોબારી સભ્યોમાં અજય એ સહેદાણી, સંજય નાયક, ભાવીન એલ બારૈયા, ઈરફ્રાન મારવીયા, પિયુષ વાગડીયા, પી.બી.ઝાલા અને ભાવનાબેન વાઘેલાની બિનહરીફ વરણી કરવામાં આવી છે.
ચુંટણી પ્રકિયામાં મનીષ ખખ્ખર અને જીતુભાઈ રાવલે ચુંટણીની તમામ કાર્યવાહી ચુંટણી કમિશ્ર્નર તરીકે સંભાળેલી હતી બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના મેમ્મર દિલીપભાઈ પટેલ બાર એસોસીએશનના પ્રમુખ બકુલ રાજાણી,ક્રિમીનલબારના પ્રમુખ હિતુભા જોડજા રેવન્યુ બારના પ્રમુખ સી.એ.પટેલ અને નોટરી બારના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલના તમામે નવનિયુકત હોદેદારોને શુભેચ્છા પાઠવેલી હતી.