કેવીને મેદાનમાં ચોતરફ ફટકાબાજી કરી મહારાષ્ટ્રના બોલરોને હંફાવ્યા.
અન્ડબ-૨૩ સી.કે. નાયડુ ટ્રોફીના સૌરાષ્ટ્ર-મહારાષ્ટ્ર વચ્ચેના મેચનો ગુરુવારથી પ્રારંભ થયો છે. ત્યારે શહેરના રેસકોર્ષ સ્થીત માધવરાવ સીંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર લાંબા સમય બાદ ડોમેસ્ટિક ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્રની ટીમે ટોસ જીતી પહેલા બેટીંગ લેવાનો નિર્ણય કર્યો હતો. જેમાં સૌરાષ્ટ્રના ઓપનર બેટસમેન કેવીન જીવરાજાનીએ મેદાનમાં ચો તરફ ફટાકાબાજી કરી મહારાષ્ટ્રના બોલરોને હંફાવી દીધા હતા કેવીન જીવરાજાનીએ ૨૩૫ બોલમાં ૧૩ ચોગ્યા અને એક છગ્ગાની મદદથી શાનદાર ૧૦૬ રન ફટકાર્યા હતા.
સૌરાષ્ટ્રની ટીમે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. મહારાષ્ટ્ર સામે સૌરાષ્ટ્રની ટીમના બેટસમેનોએ ધીમી ધારે રમત રમી પ્રથમ દિવસના અંતે પાંચ વિકેટ ગુમાવી ૨૩૭ રન કર્યા છે. જેમાં કેવીન જીવરાજાણીએ ૨૩૫ બોલમાં ૧૩ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી શાનદાર ૧૦૬ રન ફટકાર્યા છે.
દિવસના અંતે વિશ્ર્વરાજ જાડેજા ૩૮ અને જયોતિંર પુરોહિત ૧૬ રને દાવમાં છે. સૌરાષ્ટ્રના યશ પારેખ ૪, તરંગ ગોહેલ ૧૨, એમ. મનવેન્દ્ર ૩૦ અને નિકેત જોષીએ ૧૮ રન કર્યા છે. જયારે મહારાષ્ટ્રના જે.પી. ઝોપેએ ૩, એમ.ચૌધરી: એસ.વારઘંટેએ ૧-૧ વિકેટ મેળવી છે.કેવીન જીવરાજાણીએ મેચના પ્રથમ દિવસે જ શાનદાર સદી ફાટકારતા ક્રિકેટ રસીયાઓ ખુશ ખુશાલ થઇ ગયા હતા. ક્રિકેટ સ્ટેડીયમમાં લાંબા સમય બાદ મેચ રમાતા બહોળી સંખયામાં શહેરીજનો મેચ જોવા ઉમટયા હતા.