શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લઇ સાજા થવા આવે છે પણ સિવિલ હોસ્પિટલમાં ગંદકી એટલી હદે ફેલાયેલી છે કે, સાજો માણસ પણ બીમાર થઇ જાય તેવી છે. ભારે વરસાદના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પર પાણી ટપકે છે, સેલરમાં પાણી અડધો ફુટ ભરાયેલા છે જેના કારણે મચ્છરના ઉપદ્રવનું કેન્દ્ર સિવિલ હોસ્પિટલ બની છે. રાજકોટની સિવિલ હોસ્પિટલને સ્વચ્છ ભારત અભિયાનને કંઇ લેવા દેવા ન હોય તેમ ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયા જોવા મળે છે. હોસ્પિટલમાં સત્વરે સફાઇ કરવામાં નહી આવે તો ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બને તેવી કફોડી સ્થિતી બની જશે પ્રસ્તૃત તસવીરમાં હોસ્પિટલના સેલરમાં ભરાયેલા પાણી અને ગંદકીના ઠગલા નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.