સૌરાષ્ટ્રના દર્દીઓ માટે કેન્દ્ર સ્થાન પર રહેલી પીડિયું સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રાધેશ્યામ ત્રિવેદીએ અબતકના આંગણે બિરાજમાન વિઘ્નહર્તા ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે અબતક મીડિયા હાઉસના મેનેજિંગ તંત્રી સતિષકુમાર મહેતા સાથે પણ સિવિલ સુપરિટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદીએ મુક્ત મને ચર્ચા કરી હતી. આ સાથે તબીબી અઘિક્ષકે અબતક મીડિયા હાઉસના સકારાત્મક અભિગમની પણ પ્રશંસા કરી હતી.
અબતક મીડિયા હાઉસના આંગણે અબતકના સુપ્રીમો સતીષકુમાર મહેતાની રાહદારી હેઠળ દર વર્ષની પરંપરા મુજબ વિધિવત રીતે ભાવભર સાથે અબતક કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં પુરા ભાવ ભક્તિથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે અને દિવસમાં બે વખત દુંદાળા દેવની આરતી પૂજા અબતક મીડિયા હાઉસના સ્ટાફ દ્વારા કરવામાં આવે છે.ગણેશજીના આજે આખરી દિવસે સવારની આરતીમાં આંગણે એકદંતની આરાધનામાં વિડિયો સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.આર. એસ. ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
‘અબતક’ના સકારાત્મક અભિગમની પ્રશંસા કરતા સિવિલ તબીબી અધિક્ષક
તેઓ ગણપતિના દર્શન સાથે સાથે આરતી નો પણ લાભ લીધો હતો. આરતી સમયે અબતકના મેનેજિંગ તંત્રી સતીષકુમાર મહેતા પણ જોડાયા હતા.તે દરમિયાન હોસ્પિટલના સુપ્રીટેનડે અબતક મીડિયા હાઉસના મેનેજિંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથે મુક્ત મને ચર્ચા કરી હતી અને લોકોને સિવિલ પર ભરોસો બેસાડવા માટે તથા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે જુદા જુદા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ સાથે તબીબી અધિકક્ષક આર એસ ત્રિવેદીએ સિવિલ હોસ્પિટલમાં ભવિષ્યના સમયમાં દર્દીઓનો ચેકઅપ પિરિયડનો સમય ગાળો ઘટાડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે તે પણ જણાવ્યું હતું.
મેનેજિંગ તંત્રી સતિષકુમાર મહેતા સાથે સિવિલ હોસ્પિટલ અંગે તબીબી અધિક્ષકે કરી મુક્ત મને ચર્ચા
આ સાથે ામર સિવિલ હોસ્પિટલના સુગરીતે ડોક્ટર આર એસ ત્રિવેદીએ અબતક મીડિયા હાઉસની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે અબતક હંમેશા સકારાત્મક અભિગમ જ રહ્યો છે કોઈપણ બાબતે પોઝિટિવ રીતે જ લોકો સમક્ષ ન્યુઝના સ્વરૂપમાં પીરસ્તા હોવાથી સિવિલ હોસ્પિટલના સિવિલ તંત્રમાં પણ હિંમત વધે છે.
રાજકોટવાસીઓના સ્વાસ્થ્ય માટે ગણપતિ બાપ્પાના ચરણોમાં પ્રાર્થના: ડો.રાધેશ્યામ ત્રિવેદી
‘અબતક’ કા રાજા ગણપતિ મહોત્સવમાં ઉપસ્થિત રહેલા રાજકોટ સીવીલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતુ કે,ગણપતિ બાપા બધાના દુ:ખ દૂર કરે અને લોકોને હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે. ઉપરાંત ’અબતક’ મિડિયા આવનારા સમયમાં ઉતરોતર પ્રગતિ કરે અને નવા શિખરો હાંસલ કરે અને ગજાનંદ મહારાજ સદા તેમની વાહરે રહેશે.