ગંદા પાણી રોડ પર ફરી વળતા તિવ્ર દુર્ગંધના કારણે લોકો ત્રાહિમામ: વોર્ડમાં મચ્છરનો ઉપદ્રવ થતાં સાજા થવા આવેલા દર્દીઓ વધુ પડયા બિમાર: સફાઈ બાબતે “ખો” આપતું તંત્ર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દિવસ દરમિયાન એક પણ છમકલુ કે વિવાદ થયો ન હોય તેવો કદાચ એક પણ દિવસ નહીં હોય. સિવિલ હોસ્પિટલમાં આવેલ શુલભ શૌચાલયનથી સેફટી ટેન્ક ઉભરાવવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી હજ્જારોનથી સંખ્યામાં લોકો સાજા વા અને દવા લેવા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે. આ ગંદકીના કારણે વોર્ડમાં દાખલ દર્દીઓ સાજા થવાના બદલે વધુ બિમાર પડતા હોય જેથી સિવિલ હોસ્પિટલ ગંદકીનું કેન્દ્ર બનથી ગયું હોય તેમ લાગી રહ્યું છે.
સ્વચ્છતા અભિયાનને સરકાર દ્વારા ખૂબ મહત્વ આપી લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા સરકારી કચેરીઓ, હોસ્પિટલોમાં સ્વચ્છતા અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સેફટી ટેન્કના ઉભરાવાના કારણે ગંદા પાણી છેલ્લા ત્રણ દિવસી રોડ પર ફરી વળ્યા હોય જેના કારણે ત્યાંથી પસાર તાં લોકો અને વોર્ડમાં દાખલ દર્દીઓ તિવ્ર દુર્ગંધના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. આ ગંદકીના કારણે હાલ સિવિલ હોસ્પિટલના વોર્ડના ખુણે ખાચરે મચ્છરોનો બેફામ ઉપદ્રવ થઈ ગયો હોવાી વોર્ડમાં દાખલ થયેલા લોકો સાજા વાના બદલે વધુને વધુ બિમાર પડી રહ્યાં છે.
સિવિલ હોસ્પિટલના તંત્ર વાહકો શુલભ શૌચાલય પાસે રોડ પર ફરી વળેલા ગંદા પાણી અને જેના કારણે લોકોને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે અને તિવ્ર દુર્ગંધના કારણે લોકોનું માથુ ફાટી જાય તેવા સંજોગો સર્જાયા હોવા છતાં આ તંત્ર વાહકો ત્યાંથી પસાર તા હોય છે પરંતુ લકઝરી કારના કાચ બંધ કરીને પસાર થતા હોવાી તેઓને આ દુર્ગંધના અહેસાસ તો નથી અને લોકોના આરોગ્યનથી ચિંતા કર્યા વગર ત્યાંથી પસાર થઈ જતાં અધિકારીઓનથી આંખ સામે આ દ્રશ્યો આવતા હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યાં છે.
જાહેર શૌચાલયનથી સેફટી ટેન્કના ગંદા પાણી રોડ પર ફરી વળવાના કારણે તિવ્ર દુર્ગંધી લોકો ત્રાહિમામ બન્યા છે ત્યારે આ અંગે સિવિલ હોસ્પિટલના આરએમઓને જાણ કરવામાં આવતા તેઓએ એકબીજા તંત્રને ખો આપતા હોય તેમ જણાવ્યું હતું કે, આ ગંદકીનથી સફાઈનથી કામગીરી સિવિલ હોસ્પિટલના સફાઈ કામદારોનથી નથી પરંતુ આ કામગીરી પીઆઈયુ ડીપાર્ટમેન્ટનથી હોવાનું જણાવી પોતાનથી જવાબદારીમાંથી હાથ ઉંચા કરી લઈ સિવિલમાં આવતા રોજબરોજ હજ્જારો લોકોના આરોગ્યનો ખ્યાલ કર્યા વગર આંખ આડા કાન કરી જૈસે થે તેવી સ્થિતિમાં સિવિલ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.