- સૂર્યનારાયણ ભગવાન રોદ્ર સ્વરૂપ ધારણ કરતા ગરમીનાં તમામ રેકોર્ટ તૂટે તો નવાય નહીં
- સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં 10 ટકા કેસમાં અને 108નો કોલ વધારો: બપોરના સમયે બિન જરૂરી બહાર નિકળવાનું ટાળવું
- સ્પે. વોર્ડ ઉભો કરી 25 બેડની વ્યવસ્થા સાથે તબીબી સ્ટાફ ખડે પગે
ઉનાળાના પ્રારંભ સાથે સૂર્યનારાયણ ભગવાન આકરા મીજાજ દેખાડયો છે. દિવસને દિવસે તાપમાનનો પારો ઉંચકાય રહ્યો છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી હિટવેવની આગાહી કરતા રાજકોટ સિવિલ હોસ્પિટલ સતાવાળા દ્વારા સનસ્ટ્રોકનાં દર્દી માટે સ્પ્રે બોર્ડ ઉભો કરી 25 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
રાજકોટ સહિત રાજયમાં અલનીનોની અસરને કારણે દર વર્ષ કરતા ચાલુ વર્ષે ઉનાળામાં તાપમાનમાં ઉછાળો જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી હતી. ઉનાળાની ઋતુના પ્રારંભ સાથે સૂર્યનારાયણ ભગવાન આકરો મિજાજ દેખાડયો હતો. ચાલુ વર્ષે ઉનાળાએ છેલ્લા કેટલાક વર્ષોના ગરમીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગત સપ્તાહે ગરમીનો પારો 44.5 ડિગ્રી નોંધાયો છે. સૂર્યનારાયણ ભગવાન રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જેની અસર પશુ, પંખી અને માનવ પર પડી રહી છે. બપોરનાં 1 કલાકથી 5 કલાક સુધી રસ્તાઓ સુમસામ અને કર્ફયુ જેવુ વાતાવાણ જોવા મળે છે.
હવામાન ખાતા દ્વારા આગામી પાંચ દિવસ હિટવેવની આગાહીને પગલે ભીષણ ગરમી પડવાની છે. લોકોનાં આરોગ્ય પર અસર થવાની શકયતાને પગલે સીવીલ હોસ્પિટલ તંત્ર દ્વારા સ્પે. વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં 25 બેડની સુવિધા સાથે તબીબી અને સ્ટાફની ફાળવણી કરી સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે. તડકાથી લૂલાગવી, માથામાં અને હૃદયમાં દુ:ખાવો તેમજ ઝાડા ઉલ્ટી સહિતની અસર થવાની શકયતાઓ છે. લોકોએ હિટવેવથી બચવા બિજરૂરી બહાર નીકળવાનું ટાળવું.
તબીબની સલાહ અને સુચના પ્રમાણે તકેદારી રાખવી છે. ચાલુ સીઝનમાં આગામી વર્ષના તમામ રેકોર્ડ તૂટેતો નવાઈ નહી હિટવેવના કારણે સીવીલ હોસ્પિટલ ખાતે રોજીદા કરતા 10 ટકા કેસમાં વધારો જોવા મળે છે. 108ના કોલમાં પણ વધારો થયો છે. રાજકોટ શહેરના મુખ્ય માર્ગો બપોરનાં સુમારે સુમસામ ભાસી રહ્યા છે.
સનસ્ટ્રોકથી બચવા શહેરીજનોએ સાવચેતી રાખવી : આર.એસ. ત્રિવેદી
સિવિલ અધિક્ષક આર.એસ. ત્રિવેદીએ અબતક પ્રતિનિધિ સાથેના સંવાદમાં જણાવ્યું છે,કે સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એટલે કે રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલ.દિન પ્રતિદિન વાતાવરણમાં જોવા મળતા ફેરફારોને પગલે તાપમાનમાં થતાં વધારાને કારણે લોકોની સ્થિતિ લથડી છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં તાપમાનના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થવાથી અલગથી એક સ્પેશિયલ વોર્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે.જેમાં 25 બેડની ફાળવણી સાથે અલગથી તબીબનો એક સ્ટાફ નિમવામાં આવ્યો છે. વધતા તાપમાનના કારણે સિવિલમાં 10% કેસોમાં વધારો જોવા
મળ્યો છે.રોજના સૌથી વધુ કેસોમાં વધારો થતાં સિવિલનો સ્ટાફ સજજ બન્યો છે.આ ઉપરાંત વધુમાં જાહેર જનતાને સિવિલ અધિક્ષક આર. એસ. ત્રિવેદીએ અનુરોધ કર્યો છે,કે બિનજરૂરી બહાર જવું અટકાવવું,પાણીનું વધુ સેવન કરવું,ભૂખ્યા પેટે બહાર ન જવું ને સાવચેતી રાખવી.નાના બાળકો અને વૃદ્ધો એ ખાસ સાવચેતી જાળવવી.તબીબની સલાહ લીધા વગર કોઈ પણ જાતની દવાઓ ના લેવી.સિવિલ હોસ્પિટલમાં સનસ્ટ્રોકથી થતાં વિવિધ પ્રકારની અસરોને અટકાવવા સિવિલ હોસ્પિટલમાં અલગથી વોર્ડ નીમાયો છે.જેથી સિવિલમાં સારવાર લેવી અને ભીષણ તાપથી સાવચેત રહેવું.