ટેકનોલોજીની દ્રષ્ટિએ ડેન્ટલચેરની સ્પીડ વધુ: ડો. જાગૃતિબેન રાજયગુરુ
સૌરાષ્ટ્રમાં આરોગ્ય ક્ષેત્રે હબ સમાન રાજકોટની પંડીત દીનદયાળ ઉપાધ્યાય સિવીલ હોસ્પિટલમાં રોજબરોજનાં હજારો ગરીબ દર્દીઓ સારવાર માટે આવે છે. રાજકોટ સીવીલ હોસ્પિટલમાં દર્દીઓને ઉતમ દવા અને ઉતમ કક્ષાની સારવાર પૂરી પાડવામાં આવે છે સિવીલ હોસ્પિટલમાં કોઈને કોઈ દાતાઓ દ્વારા સીવીલ હોસ્પિટલમાં ઓપરેશન તેમજ અન્ય સાધનો ગ્રાન્ટમાંથી મળે છે જેમાં તાજેતરમાં જ પૂર્વ ઉર્જામંત્રી અને રાજકોટનાંક ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલને જાણવા મળ્યું હતુ કે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં આવેલા ડેન્ટલ વિભાગમાં ડેન્ટલ ચેરની અછત હોય જેથી ગોવિંદભા,એ પોતાની ગ્રાન્ટમાંથી પાંચ ડેન્ટલ ચેર ડેન્ટલ વિભાગને અર્પણ કરી હતી જેથી દાંતને લગતા દર્દોમાં દર્દીઓને સારવારમાં
મુશ્કેલી ન પડે અને સઘળી સવલત મળી રહે.
રાજકોટ પીડીયું સીવીલ હોસ્પિટલમાં આવેલા ડેન્ટલ વિભાગનાં વડા ડો. જાગૃતિબેન રાજયગુ‚એ ‘અબતક’ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતુ કે, હાલમાં જ ગોવિંદભાઈ પટેલ દ્વારા જે ડેન્ટલ ચેર આપવમાં આવી છે. જેથી દર્દીઓને સારવારમાં કોઈ મુશ્કેલી ન પડે અને હાલમાં જે ડેન્ટલ ચેર આપવામાં અવી છે તે હાઈટેક અને ડીઝીટલ એલઈડી લાઈટનો ઉપયોગ કરાયો છે. તેમજ ટેકનોલોજીની દ્રષ્ટીએ ડેન્ટલ ચેરની સ્પિડ ખૂબજ સારી છે.
તેમજ વધુમાં જણાવ્યું હતુ કે યુવાનો અને બાળકોએ દાંતની મજબુતાઈ રાખવા કાળજી રાખવી જોઈએ તેના માટે બે વખત ટુથબ્રસ કરવું જોઈએ તેમજ જો બાળકોને મીઠું દુધ પીવડાવવાની આદત હોય તો તે પીધા બાદ કોગળા કરાવી લેવા જોઈએ તેમજ દાંતમાં જો સળો હોય તેવું જણાય તો તાત્કાલીક દાંતની ટ્રીટમેન્ટ કરાવવી જેથી બીજા અન્ય દાંતને કોઈ નુકશાન ન પહોચે અને દાંતની કાળજી લઈ શકાય.
તેમજ ડેનટિસ્ટ ડો. રાહુલ ‚પાપરા અને ડો. ડેનીસ સોલંકીએ પર દાંતોની કાળજી રાખવા સુચન કરતા જણાવ્યું હતુ કે, બોડીમાં થતા અન્ય રોગોની જાણકારી પણ દાંતક દ્વારા જાણી શકાય છે. જેમાં રોગો જેવાકે, પાયોરીયા, ડાયાબીટીસ જેવા રોગો થતા અટકાવે છે. તેમજ આપણા શરીર માટે ખૂબ અગત્યનો ફાળો આપતી એક સ્ટેમ સેલ જે દાતમાં જ રહેલા હોય છે.
જે જીનેટીક રોગને ડીટેઈન કરવામાં ખૂબ અગત્યનો ફાળો રહેલો છે. તેમજ દાંતની કાળજી અને મજબુત રાખવા માટે એ પણ જણાવ્યુંં હતુ કે ,પહેલાના સમયમાં વડીલોનાં દાંજ મજબુત રહેતા તેનું એક જ રહસ્ય જે છે. યોગ્ય ખોરાક જયારે અત્યારનાં પુગ જંકફુડ ખાવાથી દાંતની મજબુતાઈમાં ખામી સર્જાય છે. અને સડો થવાની શકયતારહે છે. જયારે યોગ્ય ખોરાક લેવાથી દાંતની સ્વચ્છતા અને મજબુતાઈ ટકાવી શકાય છે.