ર૧ દિવસના લોક ડાઉનની જાહેરાત થયા બાદ સમગ્ર ગુજરાતમાં બાંધકામની પ્રવૃતિઓ ઉપર સઁપૂર્ણ પણે બ્રેક લાગી છે તો બીજી બાજુ લોકડાઉનના સમયમાં રાજકોટ મહાનગરપાલિકાના બે પ્રોજેકટની કામગીરીએ વેગ પકડયો છે. જેમાં સૌથી વધુ ટ્રાફીકગ્રસ્ત એવા શહેરની મઘ્યે આવેલા સીવીલ હોસ્પિટલ ચોકમાં રૂ ૬૦ કરોડના ખર્ચે બનનાર ટ્રાયએગલ ઓવર બ્રીજની કામગીરીએ વેગ પકડયો છે.
સીવીલ હોસ્પિટલ ચોકથી જામનગર રોડ તરફ જતા માર્ગ પર લોકડાઉનના પગલે ટ્રાફીક નહિવત હોવાથી બન્ને સાઇડ કપાતની લેવાની કામગીરી ઝડપથી થઇ રહી છે જેસીબી દ્વારા બન્ને સાઇડની ૬ થી ૮ ફુટ જેટલી સાઇડ તોળી પાડી રસ્તા પર ખોદકામ શરુ કરી પથ્થર કાઢવાની કામગીરી કરાઇ રહી છે. જયારે લક્ષ્મીનગર પાસે બની રહેલા અન્ડર બ્રીજની સાઇટ પર પણ શ્રમિકો દ્વારા ખોદકામ કરી પથ્થરો કાઢવાની કામગીરી ચાલી રહી છે સતત ટ્રાફીકથી ધમધમતા બન્ને માર્ગો પર લોકડાઉનના પગલે વાહનોની અવર જવર બંધ હોવાથી સાઇટના કોન્ટ્રાટકરો દ્વારા શ્રમિકા મારફતે કામગીરી વધારી દેવાઇ છે. હાલમાં બન્ને સાઇટો પર ભરતી તથા પથ્થર કાઢવાની કામગીરી અને કામ કરતાં જેસીબી અને ટ્રકો ઉપરોકત તસ્વીરમાં નજરે પડે છે. તસ્વીરકાર: શૈલેષ વાડોલીયા
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત