ગાંધીનગર આરોગ્ય વિભાગ ટીમ રાજકોટમાં જાત માહિતી મેળવવા આવે તે પૂર્વ જ ડીનની કરાઇ બદલી
રાજકોટ સીવીલ હોસ્૫િટલમાં થયેલા દુષ્કર્મના પગલે ગાંધીનગરથી આરોગ્યની ટીમ રાજકોટ તપાસ અર્થે આવે તે પહેલા મેડીકલ કોલેજના ડીન ડો. યોગાનંદ ગોસ્વામીની બદલી પાટણ નજીક ધારપુર ખાતે આવેલી જીએમઇઆરસીની મેડીકલ કોલેજ ખાતે બદલી કરવામાં આવી છે. તાકીદે મેડીકલ કોલેજના ડી.ન ડો. યોગાનંદની બદલીને કારણે તા. ર૮ થી ડીમ તરીકે કાર્યભાર એડી. ડીન ડો. મુકેશ સામાણી કાર્યભાર સંભાળશે
રાજકોટ સીવીલ હોસ્પિટલમાં મેડીકલ કોલેજના રેસીડેન્ડ ડો. સચીન સિંઘની દુષ્કર્મ કાંડમાં ધરપકડ બાદ તેના પડઘા ગાંધીનગર સુધી પડયા હતા. સાથે મેડીકલ કોલેજના વડાઓની ચેમ્બરમાં સીસી ટીવી કેમેરા ગોઠવવા સહીતના મહત્વના પ્રશ્ર્નો ચર્ચાય રહ્યા છે. દુષ્કર્મ કાંડ બાદ મેડીકલ કોલેજના રેસીડેન્ટ ડોકટરોની રાત્રી દરમિયાન ગોઠવણી ડયુટીમાં લેડીઝ રેસીડેન્ટ ડોકટરોને મુકિત આપવા બદલની ચર્ચા થઇ રહી હતી ત્યારે ગાંધીનગરથી આરોગ્ય વિભાગના સેકેટરી ડીન ડો. યોગાનંદ ગોસ્વામી બદલીને ઓર્ડર કરતા મુદ્દો ભારે ચર્ચાસ્પદ બની રહ્યો છે.
સીવીલ હોસ્પિટલમાં થયેલા દુષ્કર્મકાંડના પગલે ગાંધીનગરથી આરોગ્ય ટીમ તપાસમાં આવે તે પહેલા રાજકોટ મેડીકલ કોલેજના ડીનની પાટણની કોલેજ ખાતે બદલી થયા હોવાનું શિક્ષાત્મક બદલી થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
દુષ્કર્મ કાંડના પગલે તેની અસર ગાંધીનગર સુધી પહોંચી હોય તે રીતે ડીનની એકાએક બદલી થતાં જ ફુલટાઇમ ડીનનો કારોબાર કોને સોંપવામાં આવશે? તે મુદ્દો અનિર્ણિત બની રહ્યો હોવાનું જાણવા મળે છે.