કેન્સર, ડાયાબીટીસ, એઇડસ, મેલેરીયા જેવા ઘણા રોગોની કોઇ ચોકકસ ‘રસી’ શોધાઇ નથી ત્યારે તેની સાથે માણસો તંદુરસ્ત લાંબુ જીવન જીવી રહ્યા છે
વિશ્ર્વમાં દર વર્ષે એકાદ નવો વાયરસ આવીને તહલકો મચાવી જાય છે. ઝીકા, ઇબોલા, સાર્સ, બર્ડ, ફલુ જેવા વાયરસ આવ-જા કરતાં રહે છે. કોઇપણ શહેર દેશ કે વિસ્તરમાં રોગચાળો ફેલાય ત્યારે નાગરીકોની કેટલીક મહત્વની ફરજ નિભાવવાની હોય છે. જો આ બાબતે ‘હોંગકોંગ’ની જેમ જનતા જ સમજી જાય તો તંત્રને કંટ્રોલ કરવામાં સરળતા રહે છે. વિશ્ર્વભરમાં હાલ ‘હોંગકોંગ’ની કોરોના કંટ્રોલ પરત્વેની મોડલની ચર્ચા ચાલી રહી છે. આપણે પણ કેરલ રાજયમાં તંત્રને પ્રજા સહયોગથી ધાર્યા પરિણામો મળ્યા છે.
પવર્તમાન કોરોના ઇફેકટસમાં દરેક નાગરીકે તંત્રની સઁપૂર્ણ સુચનાની અમલવારી કરે તો અને લોકડાઉનનું યોગ્ય પાલન કરે તો આપણે ઝડપથી આ મહામારીમાંથી બહાર નીકળી જઇશું, પણ ઘણી જગ્યાએ લોકો જ સમે નહીં તો શું કરવું? કોકે કરેલ ભૂલની સજા બીજાને ભોગવવી પડે છે. કોરોના… ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે તેને ચેપ ગલાડી શકે તેવું વાતાવરણ છે ત્યારે સમગ્ર દેશ લોકડાઉન કરેલ છે. છતાં પણ ૧પ ટકા લોકો એના પાલન ન કરવાથી બીજાના જાન જોખમમાં મુકે છે. નાગરીકો સમજે નહીં તો તંત્ર પણ શું કરી શકે.
આજે પણ ઘણા વર્ષો એવા અસાઘ્યરોગો છે જેની કોઇ ચોકકસ રસી શોધાઇ નથી. જેમાં ૧૯૮૧માં આવેલ ‘એઇડસ’આજે પણ લાઇલાજ છે. કેન્સર, ડાયાબીટીસ, મેલેરીયા, ડેગ્યુ, જીકા, સાર્સ, બર્ડ ફલુ જેવા ઘણા રોગો સાથે માણસ આરામથી તંદુરસ્ત રીતે લાંબુ જીવન જીવી શકે છે. વાયરસને કંટ્રોલ કરી શકાય તેવી દવા આવવાથી એઇડસ ને કાબુ કરવા સુધી આપણે પહોંચી ગયા છીએ. આ માઇલ સ્ટોને પહોચવા આપણને ૩૪ વર્ષ લાગ્યા છે. એઇડસને સમગ્ર વિશ્ર્વ નાથવા દવા શોધવા તન તોડ મહેનત કરી રહ્યું છે. ત્યારે એ પગલાને કોરોના કંટ્રોલ કરવામાં કાર્યરત કરી શકાય છે.
માણસમાં જો રોગ પ્રતિકારક શકિત પાવર ફુલ હોય તો કોઇપણ વાયરસ કે રોગનો ચેપ લાગી શકતો નથી. આ શકિત જ ગમે તેવા રોગને ભગાડે છે. નાગરીકોએ આ શકિત બુસ્ટપ કરવી જ પડશે. આવનારા વર્ષોમાં હવે નાની મોટી આવી સમસ્યા આવતી જ રહેશે ત્યારે તેની સામે લડવા તમામ નાગરીકે કટીબઘ્ધ થવું જ પડશે. દર વર્ષે રોગ પ્રતિકારક શકિતના અભાવે ૨.૧૫લાખ લોકો મોતનો શિકાર બને છે. સંશોધનમાં એવું જણાયું કે માનવીમાં આ શકિત ક્ષિલ થવાથી અનેક પ્રકારનાં રોગોનો ચેપ લાગી શકે છે. માટે દરેક નાગરીકે તેનો ધર્મ બજાવીને કોરોનાને ભગાડવો જ પડશે.
વિષાણુંનો સ્વભાવ ગત લક્ષણ છે કે તે મહામારી ફેલાવીને દેશના અર્થતંત્રને છિન્ન ભિન્ન કરી નાખે છે. માનવ જાતે તેની મહામારી જોઇ છે. કોરોનાને કાચો આગામી દિવસોમાં મંદી, ભૂખમરો આવવાથી ર૦ થી ર૫ કરોડ લોકો બેહાલ થઇ જશે. તે માટે અત્યારથી વિશ્ર્વે નકકર પગલા ભરવા પડશે. લોકડાઉનએ કોરોનાન કાયમી ઇલાજ નથી. એ ખુલ્યા પછી નાગરીકોએ પહેલા જેવી લાઇફ સ્ટાઇલ ફરી શ કરી દેશે તો મહામારી વકરશે. રોગચાળો શાંત થાય ને ફરી એકાદ – બે માસમાં ઉથલો મારે ત્યારે કેવી ભયંકર સ્થિતિ થઇ પડશે એ બાબતે પૃથ્વી પર વસતા દરેક નાગરીકે સમજવી પડશે.
આજકાલ ‘હર્ડ ઇમ્યુનીટી’શબ્દ ચલણમાં આવ્યો છે, એ થિયરી વર્લ્ડ કોરોનાને નાથવા કાર્યરત થયું છે. ૧૯૩૦માં) હેડ્રિચ નામના સંશોધકે આ થિયરી સુચવી હતી. અંગ્રેજી શબ્દ ‘હર્ડ’નો અર્થ થાય ‘ટોળુ’ ને ઇમ્પુનીટીનો અર્થ થાય રોગ પ્રતિકારક શકિત આ થિયરી જોખમ વાળી છે પણ અંતે સારા પરિણામો મળવાની આશા હોય છે અત્યારે તો સમગ્ર વિશ્ર્વ ‘કોરોના’કહેરમાંથી કેમ બહાર નીકળવું તેમાં કાર્યરત છે. પણ એક વાત નકકી કે અસાઘ્ય રોગોની મુશ્કેલી વખતે નાગરીકો પોતાની ફરજ ધર્મ નિભાવે તો દેશનું ૯૦ ટકા કાર્ય હળવું થઇ જાય છે.અમુક દેશોમાં કડક નિયમોનો અમલ કરાવીને પણ ધાર્યા પરિણામો મેળવવા કોશિશ થઇ રહી છે. ટુંકમાં સ્વચ્છતા પોષ્ટિક આહાર, શરીર સફાઇ જેવા જરી તમામ જીવન રક્ષક ગુણો હવે તમારે અપનાવવા જ પડશે. ‘બચવું ’છે તો આટલું તો કરવું જ પડશે. એ વાત દરેકે સમજવી પડશે. લાઇલા જ ડાયાબિટીસમાં તે કેવી ‘કેર’ રાખે છે.બસ આમ જ ‘કોરોના’ સામે કેર કરે તો વાયરસ આપો આપ નબળો પડી જાય ને તેની તાકાત ઘટતા આપણે તેને કંટ્રોલ કરી શકીએ.
- ૨૦૧૦માં સ્વાઇન ફલૂ
મેકિસકોમાં સ્વાઇન ફલૂ એચ૧ એચ૧ વાયરસ ફાટી નીકળ્યો હતો ત્યારે ગણતરીના દિવસોમાં દુનિયામાં સંક્રમણ થઇને ૧ અબજથી વધુ લોકોને ચેપ ગ્રસ્ત કર્યા હતા. મૃત્યુઆંક ૩ લાખથી વધુ હતો. આવડું મોટું સંક્રમણ થયા બાદમાં માનવીમાં વાયરલ વિરોધી પ્રતિકારક ક્ષમતા ખીલીને વધુ સંક્રમણ રોકાયાને વાયરસે વિશ્ર્વમાંથી વિદાય લીધી.
આપણો દેશ વિશ્ર્વનો સૌથી યુવા દેશ છે. યુવાનોમાં રોગ પ્રતિકારક શકિત પાવરફૂલ હોવાથી તેમને ચેપ લાગવાની શકયતા નહિવત થઇ જતાં આગામી દિવસો ભારત કોરોના કંટ્રોલીંગમાં વિશ્ર્વમાં ‘મોડલ’ તરીકે ઉભરી આવશે તેમાં બે મત નથી.