પારસ હોલ ખાતે વિમેન્સ કલમ દ્વારા કુકીંગ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૃષ્ણ કુમાર, હીનાબેન ગૌતમ, અમી ગણાત્રા સહીતના માસ્ટર સેફ ઉ૫સ્થિત રહ્યા હતા
કુકીંગ શોમાં આવેલ રસોઇ શો ફ્રેઇમ હીનાબેન ગૌતમ એ અબતક સાથેની વાતચીત દરમીયાન જણાવ્યુ કે રાજકોટ સીટી વિમેન્સ કલબના આમંત્રણથી આવ્યા છે. સોશ્યલ ડીમાન્ડથી મેકસીકન રેસીપી બનાવીને બતાવી છે જે સહેલી રીતે અને ઝડપથી કેવી રીતે બને તે માર્ગદર્શન આપ્યું હતું. ૧પ વર્ષથી તેઓ એફ.એમ. પર રસોઇ શોમાં મળે છે. અને તેઓને કુકીંગ શોમાં પણ ખુબ આનંદ આવ્યો. સારો એવો સાથ સહકાર રાજકોટનાં તરફથી મળ્યો.
અબતક સાથેની વાતચીત દરમિયાન અમી ગણાત્રા એ જણાવ્યું કે ૧પની ઉમરથી તેઓ આ ફિલ્ડમાં જોડાયેલા છે. ટુંક સમય પહેલા જ સેફીશ રસોઇ સ્ટુડીયો લોચ કર્યો હતો. જે તેના પરિવાર ના સ્પોર્ટથી કર્યો છે. આ ઉપરાંત પબ્લિકનો સાથ સહકાર ઓલઅવર ઇન્ડિયા લેવલે સારી રીતે મળી રહ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,