જાણીતા કલાકારો ગુજરાતી ગીતોની રમઝટ બોલાવશે: હોદેદાર બહેનો ‘અબતક’ની મુલાકાતે
સીટી વુમન્સ કલબનો ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. આ વર્ષનો પ્રથમ કાર્યક્રમ તા.૨૭ સોમવારે ૩.૩૦ કલાકે હેમુગઢવી હોલ ખાતે સભ્ય બહેનો માટે કસુંબીનો રંગ કાર્યક્રમ યોજાશે. ‘હેયુ રહે નહી હાથમાં આસુ વહે આંખમાં દિકરી વ્હાલાનો દરિયો’ કાર્યકમ્રમાં મુખ્ય કલાકારો વિમલ મહેતા અમરેલી, આર.બી.જૂનાગઢ, ગુજરાતી ગીતોની રમઝટ બોલાવશે. વિભા ભટ્ટ ગુજરાતનાં જાજરમાન કવીઓને યાદો તાજા કરાવશે રાજકોટ સીટી વુમન્સ કલબ દ્વારા સભ્યો બહેનોને મનગમતા કાર્યક્રમો આપવામાં આવે છે અને આ નવા વર્ષ ૨૦૨૦માં અનેક જુદા જુદા કાર્યક્રમો ગોઠવવામાં આવશે. ફેબ્રુઆરીનો બીજો કાર્યક્રમ બોમ્બેનું નવું નકોર ફૂલ કોમેડી નાટક ‘વાઈફ સારી તો લાઈફ સારી’ રાજકોટમાં સૌ પ્રથમ વાર જ સભ્ય બહેનો માટે યોજાશે.
ત્રીજો કાર્યક્રમ બોમ્બેની મ્યુઝીકલ નાઈટ અને એપ્રીલમાં જોરદાર પીકનીકનું આયોજન કરવામાં આવેલ છે. આ સંસ્થા કલબ ફકત બહેનો સંચાલીત જ છે. જેના દરેક કાર્યક્રમો હેમુગઢવી હોલ ખાતે જ રાખવામાં આવે છે.
૨૦૨૦ની નવી મેમ્બર શીપ ચાલુ છે. જેના ફોર્મ ભરવા માટે દર્શનાબેન મહેતા મો.નં. ૯૪૨૯૫ ૦૨૦૪૬ યાજ્ઞીક રોડ, પ્રફુલાબેન મહેતા મો. ૯૪૨૮૮ ૯૦૨૭૭ આફ્રિકા કોલોની, મીનાબેન વસા મો.નં. ૯૪૨૮૨ ૫૫૩૦૩ વગેરેનો સંપર્ક કરી ફોર્મ ભરી શકાશે.
કાર્યક્રમને સફળ બનાવવા પ્રફુલાબેન મહેતા, મીનાબેન વસા, દર્શના મહેતા, દીનાબેન મોદી, કલ્પનાબેન પારેખ, અલ્કાબેન ગોસ્વામી, પ્રીતીબેન ગાંધી વગેરેએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.