બ્રાહ્મણ, સોની, સુથાર અને વાણંદ સમાજ આજે મહાઆરતીનો લાભ લેશે
કાલે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહાઆરતી અને રાજભા ગઢવીનો લોક ડાયરો યોજાશે
રેસકોર્સ ઓપન એર થીયેટર ખાતે શહેર ભાજપ આયોજીત ગણપતિ મહારાની વર્ણાંગી સાથે પ્રારંભ થયો હતો. આ શહેર ભાજપ આયોજીત મંગલ મહોત્સવમાં રોજેરોજ વિવિધ સમાજ, સંસ્થા, સેવાકીય સંસ્થા, શૈક્ષણીક સંસ્થાના આગેવાનો દ્વારાક મહાઆરતીનો લાભ લેવાય છે.
તે અંતર્ગત સિધ્ધિ વિનાયક ધામ ખાતે આજે બ્રહ્મસમાજ, સોની સમાજ, સુથાર સમાજ, વાણંદ સમાજ તેમજ શહેરના વોર્ડ નં.૧ના અગ્રણીઓ આજે મહાઆરતીનો લાભ લઈ ધન્યતા અનુભવશે.
તેમજ આવતીકાલે રાત્રે ૯ કલાકે સિધ્ધિ વિનાયક ધામ ખાતે નામાંકીત કલાકાર રાજભા ગઢવી અને સાથી કલાકારો દ્વારા ભવ્ય લોકડાયરાની રંગત જમાવવામા આવશે તેમજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં રાત્રે ૯ વાગ્યે મહાઆરતી યોજવામાં આવશે. આમ શહેર ભાજપ દ્વારા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ આયોજીત રેસકોર્ષ ખાતે સિધ્ધિ વિનાયક ધામ ખશતે ગણપતિ મંગલ મહોત્સવમાં ગણપતિ મહારાજના દર્શનનો લ્હાવો લેવા અને આ સાંસ્કૃતીક અને ભકિતસભર કાર્યક્રમોમાં શહેરીજનો ઉમટી પડવા શહેર ભાજપ પ્રમુખ અને ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મિરાણી અને શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જાહેર અનુરોધ કર્યો છે.