હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ની મહામારી ફેલાયેલ હોય જે અંગે જાહેર જનતાને કોરોના વાયરસ અંગે જાગૃત કરવા તથા કાયદો વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ ડીપાર્ટમેન્ટની ખુબજ મહત્વની ફરજ રહેલ છે જેમાં પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા પોતાના પરિવારજનો પહેલા જાહેર જનતાની સુરક્ષા અર્થે પોતાની ફરજ નિષ્ઠાથી બજાવવામાં આવે છે જે ખુબજ મહત્વની ફરજ દરમ્યાન વડોદરા આર્મ્સ યુનિટમા ડીઆઇજી તરીકે ફરજ બજાવતા સ્વ. ડો. એમ. કે. નાયક આઇપીએસ જેઓએ કોરોના વાયરસ અંગેની પોતાની મહત્વની ફરજ દરમ્યાન તેઓ કોરોના વાયરસ સંક્રમણના કારણે તા.09/04/2021 ના રોજ અમદાવાદ ખાતે સારવાર દરમ્યાન અવસાન પામેલ સ્વ.  ડો. એમ. કે. નાયક એ પોતાની ફરજ જાહેર જનતા માટે ખુબજ નિષ્ઠાથી બજાવેલ અને જે ફરજ દરમ્યાન તેઓને કોરોના વાયરસનું સંક્રમણ થતા તેઓનું દુ:ખદ અવસાન થયેલ જેથી સમગ્ર પોલીસ ડીપાર્ટમેન્ટમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.

IMG 20210410 WA0127

જેથી તા.10/04/2021 ના રોજ શહેર પોલીસ કમિશ્નર કચેરી ખાતે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ , નાયબ પોલીસ કમિશ્નર પ્રવિણકુમાર મીણા ઝોન-1, નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા ઝોન-2 તથા અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓએ એક મિનિટ મૌન પાળી કોવિડ-19 વોરીયર સ્વ. ડો. એમ. કે. નાયકને શ્રધ્ધાજલી આપવામા આવેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.