૩૧૬ બોટલ રક્ત એકત્રીત: પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ કર્યું રક્તદાન
શહેરમાં સિવિલ હોસ્પિટલમાં બ્લડની અછત સર્જાતા શહેર પોલીસે બિડુ ઝડપી થેલેસેમીયાગ્રસ્ત ૩૦ બાળકોને દત્તક લઈ તેમના માટે ગઈકાલે રેડક્રોષ સોસાયટીના સહયોગી ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૯ વાગ્યાી પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓ રક્તદાન કેમ્પમાં બાળકોનું ઘોડાગાડી સો આગમન કરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં ૩૧૬ બોટલ રક્ત એકત્રીત યું હતું. સો ૩૦ દત્તક બાળકોના ભવિષ્યના ખર્ચ માટે પણ શહેર પોલીસે બિડુ ઝડપયું છે.
રાજકોટ શહેર પોલીસ દ્વારા રેડક્રોષ સોસાયટીના સહયોગી પોલીસ હેડ કવાર્ટર ખાતે થેલેસેમીયાગ્રસ્ત બાળકોને રક્તની અછત સર્જાતા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને સો આમ જનતાને પણ થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કરવાની અપીલ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કરી હતી. શહેર પોલીસે ૩૦ થેલેસેમીક બાળકોને દત્તક લેવાનો નિર્ધાર જાહેર કર્યો હતો. જે અંતર્ગત ગઈકાલે પોલીસ હેડ કવાર્ટર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે તમામ થેલેસેમીક બાળકોને પોલીસે બેન્ડ વગાડી અને બગીમાં બેસાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તા જે.સી.પી. ખુરશીદ અહેમદ સહિતના અધિકારીઓએ બાળકોને હા પકડી સ્ટેજ સુધી લઈ જવામાં આવ્યા હતા. સાો સા થેલેસેમીક બાળકોને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ ગિફટ આપી બાળકોને રોગ સામે લડવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, એસીપી અને પોલીસ મકના પીઆઈ સહિતના અધિકારીઓએ ૩૧૬ બોટલ રક્તદાન કર્યું હતું.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, થેલેસેમીક બાળકોને સમયાંતરે બ્લડ બદલવાની જરૂરીયાત રહે છે ત્યારે કેટલાક દિવસી શહેરની બ્લડ બેંકમાં રક્તની અછત હોવાનું ધ્યાને આવ્યું હતું. જેના ભાગરૂપે થેલેસેમીક બાળકો અને તેના પરિવારજનો રક્ત માટે પરેશાન હોવાની વાત પોલીસ કમિશનરને ચિંતીત કરતી હતી. જે માટે શહેર પોલીસે ૩૦ જેટલા થેલેસેમીક બાળકોને દત્તક લઈ સર્જાયેલી રક્તની અછતને પૂરી કરવા પોલીસ હેડ કવાર્ટર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ભવિષ્યમાં આ તમામ બાળકોને અભ્યાસ માટે કે અન્ય કોઈપણ જરૂરીયાત માટે તમામ ખર્ચનું શહેર પોલીસે બીડુ ઝડપી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડયું હતું.