ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે ગત 27 નવેમ્બરના રોજ યોજાયેલા જિલ્લા પોલીસના લોક દરબારમાં વેપારીઓ દ્વારા ટ્રાફિક સમસ્યાને લઈને રજૂઆત કરવામાં આવતા સીટી પોલીસ એ ટ્રાફિક ડ્રાઈવ યોજીને શહેર ના વેપારીઓ દ્વારા પોતાની સોપ પાસે ટ્રાફિક ના થાય અને પોલીસ ને ટ્રાફિક મુદ્દે મદદ કરવા પીઆઇ યુ. એમ મસી વેપારીઓને જણાવવામાં આવ્યું હતું..
ધ્રાંગધ્રા શહેર માં ટ્રાફિક મુદ્દે ડ્રાઇવ ચલાવવામાં આવી હતી ધાંગધ્રા સીટી પી.આઈ અને પી.એસ.આઈ તેમજ પોલીસ સ્ટાફ .હોમગાર્ડ સાથે મળીને ટ્રાફિક નિયમો તેમજ ટ્રાફિકને અડચણ વાહનો ઉપર લાલ આંખ કરીને 7000, હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો જેમાં ધાંગધ્રા શહેરમાં ટ્રાફિકને મુદ્દે જૂની શાર્ક માર્કેટ રોડ રાજકમલ ચોક શક્તિ ચોક તેમજ રાજકમલ ચોકમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી હતી જ્યારે આ ડ્રાઈવમાં ટ્રાફિકને અડચણ વાહનો તેમજ ટ્રાફિકને મુદ્દે દબાણ અને પણ સૂચનાઓ કડક શબ્દોમાં આપી દેવામાં આવી હતી જ્યારે વેપારીઓને પોતાની દુકાનો પાસે ટ્રાફિક ના થાય અને પોલીસને ટ્રાફિક મુદ્દે મદદરૂપ થવા માટે અપીલ પણ કરવામાં આવી હતી જ્યારે પોલીસ દ્વારા રાજકીય આગેવાનના પુત્રએ બહાર રાખેલા સામાન અંગે લેવાનું કહેતા પોલીસ જવાન સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું ત્યારે પીઆઇ એમ યુ મશી દ્વારા વેપારીના પુત્રને કડક સુચના આપીને આજે આપને જાણ કરવામાં આવે છે જો આવતીકાલે અમલવારી લેવામાં નહીં આવે તો ગુનો દાખલ કરવામાં આવશે જયારે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો ત્યારે મોટાભાગના પ્રશ્નો ટ્રાફિકને લગતા હતા ત્યારે સીટી પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ ટ્રાફિક મુદ્દે ચલાવવામાં આવી હતી અને ટ્રાફિક નો મુદ્દો હલ થાય એવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યો હતો ધાંગધ્રા સીટી પીઆઇ દ્વારા ટ્રાફિક ને અડચણ વાહનો ઉપર લાલ આંખ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
રિપોર્ટર : સલીમ ઘાંચી ધ્રાંગધ્રા