- ત્રંબા ગામ નજીક ત્રાટકી કારમાંથી 120 બોટલ શરાબ સાથે સાયલાનો શખ્સ પકડાયો
- પેડક રોડ રણુજા મંદિર જામનગર રોડ શિવધામ સોસાયટી માંડાડુંગર અને માન સરોવર પાર્કમાંથી એક મહિલા સહિત સાત શખ્સોની ધરપકડ કરી
દિવાળી પૂર્વે શહેર પોલીસ દ્વારા દારૂના ધંધાર્થી પર સર્જીકલ સ્ટ્રાઈક કરી છે જેમાં સાત સ્થળોએ દરોડા પાડય છે.જેમાં ક્રાઈમ બ્રાન્ચે ત્રંબા ગામ પાસે કારમાંથી ₹120 બોટલ દારૂ સાથે સાયલા પંથકના શખ્સને ઝડપી લીધો છે. જ્યારે પેડક રોડ રણુજા મંદિર નવી કોર્ટ પાસે ખોડીયાર નગર સીમ શિવધામ સોસાયટી અને માન સરોવર પાર્કમાં સ્થાનિક પોલીસે દરોડા પાડી એક મહિલા સહિત સાત શખ્સોની ધરપકડ કરી રૂપિયા 1.05 લાખની કિંમતની 221 બોટલ વિદેશી દારૂ નો જથ્થો કબજે કરી 3 કાર,એકટીવા અને રીક્ષા મળી ₹9.88 લાખનો મુદ્દામાં કબજે કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં દિવાળીના પર્વમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા એ આપેલી સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ એમ.આર ગોંડલીયા સહિતના સાથે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે સાયલા તાલુકાના ગરાભડી ગામનો રવિરાજ ઉર્ફે અમિત ગુણાલાલ કુકડીયા નામનો વિદેશી દારૂનો જથ્થો ભરીને આવી રહ્યો હોવાની મળેલી વાત ના આધારે ત્રબા ગામ પાસે વોચ ગોઠવી હતી ત્યારે પૂરપાટ ઝડપે આવતી કારને અટકાવી તલાસી લેતા રૂપિયા 66000 ની કિંમતની 120 બોટલ દારૂ સાથે રવિરાજ ઉર્ફે અમિત કુકડીયા ની ધરપકડ કરી હતી પોલીસે કાર મોબાઇલ અને દારૂ મળી રૂપિયા 5.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે ઝડપાયેલ રવિરાજ ઉર્ફે અમિત કુકડીયા નામનો વાકાનેર જસદણ અને રાજકોટ શહેર પોલીસ મથકના ચોપડે વિદેશી દારૂના ગુનામાં ચડી ચૂક્યો છે. જ્યારે પેડક રોડ પર આર્ય નગર શેરી નંબર 14 માં રહેતા મોહન શિવાજી ભગત નામનો વેચાણ કરતો હોવાની બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ કોન્સ્ટેબલ વિશ્વજીતસિંહ ચાલાએ સહિતના સ્ટાફેદ રોડ પાળી મોહન શિવજી ભગતની 3000 રૂપિયાની કિંમતની છ બોટલ સાથે ઝડપી લીધો છે તેમ જ મોરબી રોડ સેટેલાઈટ ચોક સિલ્વર પાર્ક શેરી નંબર ચારમાં રહેતો ચિરાગ દેવરાજ વેકરીયા નામનો લષ 3 ક્ષળ 4526 નંબરનું ફભશિંદફ લઈને વિદેશી દારૂની ડીલેવરી કરવા કોઠારીયા રોડ પર આવેલ રણુજા મંદિર સામે ગોકુલ પાર્ક ના ગેટ પાસેથી પસાર થતાં આજીડેમ પોલીસ મથકના સ્ટાફે અટકાવી તલાસી લેતા 8,000 ની કિંમતની 20 બોટલ દારૂ સાથે ઝડપી લઇ 78,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ત્યારે હાર્યા રોડ પર આવેલ આરએમસી ક્વાર્ટર માં રહેતો. ચંદ્રેશ ચમન સિધ્ધપુરા નામનો જીજે વન બી ઝેડ 12 41 નંબરની સીએનજી રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો ફરીને જામનગર રોડ પર આવેલ નવી કોર્ટ પાસેથી પસાર થતા યુનિવર્સિટી પોલીસે અટકાવી તલાસી લેતા રૂપિયા 12,300 ની કિંમતની 20 બોટલ દારૂ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે શહેરના કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળ શિવધામ સોસાયટી શેરી નંબર એકમાં રહેતો ચેતન નટુભાઈ વાળું નામનું શખ્સ વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાથી મળેલી બાતમીના આધારે આજીડેમ પોલીસે કરોડો પાડી 15 બોટલ દારૂ સાથે ચેતન વરૂની ધરપકડ કરી છે જ્યારે આજીડેમ ચોકડી પાસે રઘુનંદન સોસાયટી મારે તો ભુપત છગન મેર અને આજીડેમ ચોકડી પાસે માનસરો પાર્ક નજીક સત્યમ પાર્ક શેરી નંબર બેમાં રહેતા મયુરસિંહ ભગુભા જાડેજા સહિત બંને શખ્સ કારમા દારૂ લઈને નીકળ્યા હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી બંને શખ્સ વિદેશી દારૂના તથા સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.