મોબાઇલમાં પજવણી કરતા શખ્સોને પકડી મોટો મીર માર્યાનો દાવો કરવામાં પાવરધી પોલીસ પોતાની અનેક નબળાઇ અને નિષ્ક્રીયતા છુપાવવા અખબારોમાં ફોટા છપાવવા જ યોજાતી પત્રકાર પરિષદ
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસને પબ્લીસિટીનો શોખ જાગ્યો હોય તેમ સામાન્ય બાબતે ચેનલમાં ચમકવા અને અખબારમાં ફોટા છપાવવા પત્રકાર પરિષદનું આયોજન કરી નાખે છે. પ્રેસને કંઇ પ્રકારની માહિતીની જરૂર હોય અને કંઇ બાબતે પત્રકાર પરિષદ યોજવી તે અંગે સાવ અજાણ હોય તેમ મોબાઇલમાં પજવણી કરતા રોમીયાને પકડી પોતે મોટો મીર માર્યો હોય તેમ પત્રકાર પરિષદનું આયોજન કરવાનું શરૂ કર્યુ છે.
શહેરમાં મિલકત વિ‚ધ્ધના ગુનાનું ડીકેટશન કે અનડીટેકટ હત્યા કેસનો આગવી કૂન્હેથી ભેદ ઉકેલ્યો હોય તેમ મોબાઇલમાં પજવણી કરનાર શખ્સોની ધરપકડ જેવી બાબતે તાજેતરમાં પત્રકાર પરિષદનું આયોજન કયુ હતુ. ફેશબુક એકાઉન્ટ હેક કરી માત્ર મનોરંજન માટે પજવણી કરતા હોય છે જો કે તે એક પ્રકારનો ગુનો જ છે અને આવા શખ્સો સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે. પણ આવા મુદે પત્રકાર પરિષદ યોજવી યોગ્ય નથી.
ચોરીના ગુનામાં સંડોવાયેલા તસ્કરો ઝડપાય ત્યારે મોટી સંખ્યામાં ગુનાની કબુલાત આપ્યાનું પત્રકાર પરિષદમાં જણાવવામાં આવે છે પણ પત્રકારો દ્વારા ચોરીના ગુનાની કબુલાત આપી તે પૈકીના કેટલાક ગુના નોંધાયા હતા તે અંગે પૂછવામાં આવે તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ગેંગે ફેંફે થવા માડે અને ફરિયાદી પોલીસ મથકે ફરિયાદ કરવા આવ્યા જ ન હોવાનો લુલો બચાવ રજુ કરે છે.
છ માસ પછી કે એકાદ વર્ષ પછી ફરિયાદની ના ન કહેનાર ફરિયાદ બનાવ બન્યો હોય ત્યારે તો ફરિયાદ નોંધાવવા પોલીસ મથકે પહોચ્યો જ હોય પણ બીચારાને કાયદાની આટીઘૂટીમાં ફસાવી ફરિયાદ ન નોંધી હોવાથી પત્રકાર પરિષદમાં ઉચ્ચ અધિકારી દ્વારા શોભ અનુભવતા હોય છે.અનડીટેકટ હત્યા કે મોટી ચોરીનો ભેદ ઉકેલ્યો હોય ત્યારે સામાન્ય રીતે પત્રકાર પરિષદ યોજાતી હોય છે પણ છેલ્લા કેટલાક સમયથી દારૂના દરોડા અંગે પણ પત્રકાર પરિષદનું આયોજન કરી મોટો બુટલેગરને ઝડપી લીધો હોય તેવો પોલીસ દ્વારા સ્ટંટ કરવામાં આવે છે.
ફેશબુક હેંક કરનાર ઝડપે ત્યારે સાઇબર ક્રાઇમનો ગુનાનો ભેદ ઉકેલ્યાનું જાહેર કરે છે. પણ કેટલાય ભેજાબાજો દ્વારા ઓનલાઇન ઠગાઇ કર્યાની અને બેન્ક ટ્રાન્જેકશનમાં ફોર્ડ જેવી ઘટનાનો ગુનો ન નોંધી સાઇબર ક્રાઇમના ગુનાનો ભેદ ઉકેલવાના બદલે ગુનો છુપાવવાની પોલીસની ભેદી નિતી રિતી સામે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કાર્યવાહી થાય તે જરૂરી બન્યું છે.