ઉદધાટન પ્રસંગે જેસીપી અજય ચૌધરી, ડીસીપી રવિ મોહન સૈની, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સહિતનાઓ ઉ૫સ્થિત રહ્યા
૯ દિવસ ચાલનારી ટુર્નામેન્ટમાં રાજકોટની ૮, અમદાવાદની ૬, ગુજરાત પોલીસની ર સહિત ૩ર ટીમોએ ભાગ લીધો
ફુટબોલના ખેલાડીઓમાં લોકપ્રિય બનેલી રાજકોટ સીટી પોલીસ અને જયોતિ ચેલેન્જ કપનો શનિવારે રેસકોર્ષ ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ થયો હતો. આ ટુર્નામેન્ટમાં ઉદધાટન સમારોહમાં રાજકોટ જેસીપી અજય ચૌધરી, ડીસીપી ઝોન-૧ રવિ મોહન સન્ની, જયોતિ સીએનસીના ફાઉન્ડર શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, સરગમ કલબના ફાઉન્ડર ગુણવતભાઇ ડેલાવાળા, જુનીયર સ્કુલના સંચાલક ડી.વી. મહેતા, ડો. અમીત હાણાણી સહીતનાઓ ઉ૫સ્થિત રહ્યા હતા.
૮મી ઓપન ગુજરાત ફુટબોલ ટુર્નામેન્ટમાં નોકઆઉટ પઘ્ધતિથી રમાઇ રેલી આ ટુર્નામેન્ટમાં કુલ ૩ર ટીમે ભાગ લીધો છે. જેમાં રાજકોટની ૮, અમદાવાદાની ૬, ગુજરાત પોલીસની ર તેમજ રાજયના અન્ય જીલ્લાઓની ટીમનો સમાવેશ થાય છે.
ટુર્નામેન્ટના પ્રથમ દિને મેચ રોમાચક બન્યો હતો. વાયસીસી એફસી બી અને રેલ્વેની ટીમ વચ્ચેનો મેચમાં બન્ને ટીમે ૧-૧ થી બરોબરી કરી હતી. બાદમાં પેનલ્ટી શુટ આઉટમાં રેલવેનો ૫-૪ થી ભવ્ય વિજય થયો હતો. રાજકોટ જે.સી.પી. અજય ચૌધરીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ફુટબોલ કેમ્પ છેલ્લા ૮ વર્ષથી યોજાઇ રહ્યો છે. જે રાજકોટ સુરક્ષા સેતુ પોલીસ અને જયોતિ સીએનસીના સંયુકત ઉપક્રમે યોજાય છે. જેમાં રાજયભરમાંથી કુલ ૩ર ટીમો ભાગ લેવા આવી છે. આ ટુર્નામેન્ટમાંથી અનેક યુવાનો આગળ વધશે.
રાજકોટ ડી.સી.પી. ઝોન-૧ રવિ મોહન સન્નીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેર પોલીસ અને જયોતિ સીએનસીના સંયુકત ઉપક્રમે ૮મું ઓપન ગુજરાત ફુટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ૩૦મી જુન સુધી ચાલનાર ટુર્નામેન્ટમાં ૩ર ટીમોએ ભાગ લીધો છે જીલ્લા લેવલ સ્ટેટ લેવલે અને સંતોષ ટ્રોફીમાં રમાયેલ ખેલાીઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે.