આત્મીય કોલેજ ખાતે ધો.૧૧/૧૨ તથા કોલેજના ૪૫૦થી વધુ વિદ્યાર્થીઓ સામાન્ય જ્ઞાનની હેતુલક્ષી પરીક્ષા આપશે
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જણાવ્યું હતું કે, શ્રદ્ધેય અટલબિહારી બાજપાઈજીના જન્મદિવસને ભારતીય જનતા પાર્ટી દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે તે અંતર્ગત સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ યુવા વર્ગ તેમજ વિદ્યાર્થી વર્ગ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારની જનકલ્યાણની વિવિધ યોજનાઓથી માહિતગાર થાય તે માટે શહેર ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમના સ્વરૂપે વિદ્યાર્થીઓમાં સુશાસન સામાન્ય જ્ઞાન પ્રતિયોગીતા (હેતુલક્ષી પરીક્ષા)નું આયોજન કરવામાં આવેલ છે.
તે અંતર્ગત કાલે સવારે ૧૦ કલાકે શહેરની આત્મીય કોલેજ, કાલાવડ રોડ ખાત ધો.૧૧,૧૨ તથા કોલેજના અંદાજે ૪૫૦થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષાર્થી બનશે અને શહેર ભાજપ દ્વારા તમામ વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ તેમજ ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને શીલ્ડ અર્પણ કરવામાં આવશે.