કોઈપણ ધર્માનુરાગી તેના પરિવારના આંગણે ભાગવત કથાનું આયોજન કરે, ભાગવત ભગવાનની પધરામણી થાય તે ઘડી જ શુભ ઘડી બની જાય છે. તેનો બીજો અર્થ એવો પણ થાય કે, આ પરિવાર તત્ક્ષણ ભાગવત ભગવાનનો પ્રિયજન બની જાય અને ખુદ વાંગમ્ય સ્વરૂપે એમને ત્યાં પધરામણી કરે તથા પરિવારના સુખકર્તા-દુખહર્તા બની રહ્યાંનું વરદાન આપે… આવી જ પળ ‘અબતક’ પરિવારના આંગણે આવી છે.

IMG 2965

આજે દ્વિતીય દિવસે ભગવાનની આરતી સમયે કાર્યાલયમાં મંગલ વાતાવરણ ઉભુ થયું હતું, ચારેકોર પ્રસન્નતા હતી. શુભ પ્રસંગમાં આજે ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા સાથે ફેમેલી કોર્ટના જજ એન.કે.પરીખ તેમજ કુંડલીયા કોલેજના પ્રિન્સીપાલ યજ્ઞેશભાઈ જોશીએ આરતીનો લાભ લીધો હતો. આ તકે ‘અબતક’ પરિવારના સભ્યોએ મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.