માલધારી આગેવાનો સહિત નવનિયુકત પ્રમુખ ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાતે
શહેર કોંગ્રેસ દ્વારા પક્ષની વિચારધારાને આગળ ધપાવવા માલધારી સેલના પ્રમુખ તરીકે બહોળી લોકચાહના ધરાવતા અને ધારાશાસ્ત્રી તરીકે પ્રેકટીસ કરતા તેમજ યુવા એડવોકેટ જીજ્ઞેશભાઈ સભાડની નિમણુક કરવામાં આવી છે.
સભાડે માલધારી સમાજ અને કોંગ્રેસ પક્ષના જુદા જુદા લોકઉપયોગી આંદોલનોમાં પણ અસરકારક ભૂમિકા ભજવી છે. નવનિયુકત પ્રમુખ જીજ્ઞેશ સભાડે ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
શુભેચ્છા મુલાકાત દરમ્યાન સભાડે જણાવ્યું હતું કે શહેર કોંગ્રેસ પ્રમુખ કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુ‚ અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના આગેવાનોએ વિચાર વિમર્શ કરીને રાજકોટ માલધારી સેલના પ્રમુખ તરીકે મારી નિમણુક કરી છે.
સભાડે વધુમાં જણાવ્યું હતું કે, આવનારા સમયમાં જો માલધારી સમાજ સામે કોઈ અન્યાયકારી પગલા તંત્ર દ્વારા લેવામાં આવશે તો અસરકારક આંદોલન દ્વારા ન્યાયકારી પગલા નિષ્ફળ બનાવવા પ્રયાસ કરાશે. તાજેતરમાં સરકાર દ્વારા ગૌવંશ હત્યા વિરોધી કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે.
આ કાયદાનું અમલીકરણ કડક રીતે કરવામાં નહી આવે તો આ કાયદા સામે અહિંસક આંદોલન કરવામાં આવશે. માલધારી સેલના પ્રમુખ બનવા બદલ સભાડને કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી, ડો.હેમાંગ વસાવડા, પ્રદિપભાઈ ત્રિવેદી, કાશ્મીરાબેન નથવાણી, યુનુસ જુણેજા, યોગેશ પટેલ, પરેશ કુંકાવા, આમદ જીંદાણી, અમિત રવાણી, રણજીત મુંધવા અને ભીખાભાઈ પડસરીયા સહિતનાએશુભેચ્છા પાઠવી હતી.