શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ વાઈઝ કોંગ્રેસ પરિવારનું સ્નેહમિલન રાખવાનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત ગઈકાલે વોર્ડ નં.૧૮માં શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતું અને આ સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી, પ્રદેશ આગેવાન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ વાઈસ ચેરમેન પ્રદીપભાઈ ત્રિવેદી, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા તેમજ વોર્ડ નં.૧૮માં વોર્ડ વાઈઝ સ્નેહમિલનમાં વોર્ડના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આ સ્નેહમિલનમાં વોર્ડ નં.૧૮માં તિરુપતિ બાલાજી પાર્ક તપસી હોટેલ, રાજકોટ ખાતે સ્નેહમિલન યોજવામાં આવેલ હતું.
આ સ્નેહમિલન કાર્યક્રમમાં વોર્ડ નં.૧૮માં વોર્ડ પ્રમુખ દિપકભાઈ ઘવા, કોર્પોરેટર નિલેશભાઈ મારું, જેન્તીભાઈ બુટાણી, ધર્મિષ્ઠાબા જાડેજા, મેનાબેન જાદવ, મહામંત્રી વિનુભાઈ ચૌહાણ, કોંગ્રેસ આગેવાનો પૂર્વ કોર્પોરેટર સતુભા જાડેજા, મયુરસિંહ જાડેજા, યોગુભા રાણા, વિજયસિંહ જાડેજા, પ્રભાતભાઈ જડું, રાજુભાઈ બાબીયા, મહેશભાઈ રાદડિયા, જેન્તીભાઈ ચોવટીયા, ચંદુભાઈ ટીલાળા, ચંદ્રસિંહ પરમાર વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.