કાયદાની અમલવારી ન કરનાર શાળાઓને શહેર કોંગ્રેસ પાઠ ભણાવશે
ખાનગી શાળાઓમાં ઉઘરાવાતી તોતીંગ ફી મામલે સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવે છે.
આ કાયદાની અમલવારી ન કરનાર શાળાઓને પાઠ ભણાવવા શહેર કોંગ્રેસે શસ્ત્રો સજાવી દીધા છે. જે સ્કૂલ સંચાલક ફી નિયંત્રણના કાયદાને નહીં માને તેની જ ભાષામાં જ જવાબ દેવામાં આવશે અને કાયદાનું ભાન કરાવાશે તેવું અબતકની મુલાકાતે આવેલા વિધાનસભા ૭૦ કોંગ્રેસ પ્રમુખ ઈન્દુભા રાઓલ, ફરિયાદ સેલ પ્રમુખ રણજીતભાઈ મુંધવા અને ગોપાલભાઈ ઉનડકટ સહિતનાઓ કહ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી ભાજપ સરકાર વર્ષોથી પ્રાઈવેટ સ્કૂલ સાથે સાંઠગાઠ કરીને વધારે ફી ઉઘરાવતી હતી અને મનફાવે તે ફી લેતી હતી અને શહેરના વાલીઓને કાયમી અન્યાય કરતી હતી અને વધારે ફી લઈને તેની કમર તોડી નાખતી હતી.
હાલના સંજોગોમાં કાયદો અમલી બનેલ હોવા છતા હાલમાં વધારે ફી લેવામાં આવે છે ત્યારે તે વાલીઓને અમે જણાવીએ છીએ કે કાયદાના નિયંત્રણ સિવાયની ફી કરતા વધુ ફી લેવામાં આવે તો ઈન્દુભા રાઓલ મો.૯૮૨૫૦ ૮૬૨૭૭ અને રણજીત મુંધવા મો.૯૩૭૪૧ ૨૪૩૩૫ ના મોબાઈલ ઉપર જાણ કરવા જણાવાયું છે.
આ કાયદાનો કોઈપણ સ્કૂલ અમલ નહી કરે તો રાજકોટ શહેર કોંગ્રેસની ખુલ્લી ચેલેન્જ છે કે તો જે સ્કૂલ સંચાલકો વધુ ફી લેશે તેની સ્કૂલને તાળાબંધી કરવામાં આવશે અને શિક્ષાત્મક પગલા લેવામાં આવશે જેની દરેક શાળાએ નોંધ લેવી.
ફી નિયંત્રણના અમલ કરવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની ટીમની રચના કરવામાં આવેલી છે.
જેમાં ઈન્દુભા રાઓલ, રણજીત મુંધવા, ગોપાલભાઈ અનડકટ, રાજુભાઈ આમરણીયા, નરેશ ગઢવી, માણસુરવાળા, ઈબ્રાહીમ સોરા, નૈમિષ ભંડેરી, સાગર ગોસ્વામી, હબીબભાઈ કટારીયા, હિતુભા, રાકેશ પટેલ, ટીકાભાઈ ગોડલીયા, અમીત મેવાડા, નિલેષ ગોહિલ, જીજ્ઞેશ સતાડ, રમેશભાઈ, ભાવેશભાઈ પટેલ, મિત પટેલ, રહીમ નાકાણી સહિતનો સમાવેશ થાય છે.