મ્યુનિ. કમિશ્નરએ ડેપ્યુટી કમિશ્નરને તપાસના આદેશ આવ્યા: જવાબદારો સામે સખ્ય કાર્યવાહી કરવા સુચના
ઉગ્ર બોલાચાલી બાદ વૃઘ્ધને માર માર્યોનો આક્ષેપ
રાજકોટ શહેરમાં અનેક વખત સિટી બસ કર્મચારીઓની દાદાગીરી સામે આવતી હોય છે ત્યારે વધુ એક વખત સિટી બસ કર્મચારીઓની દાદાગીરી સામે આવી છે. સોશિયલ મિડિયામાં સિટી બસના કર્મચારીઓનો દાદાગીરીવાળો વિડીયો વાઇરલ થયો છે. શહેરના કાલાવડ રોડ પર સિટી બસ સાથે રિક્ષા ધસાઇ હતી અને સિટી બસના કર્મચારીઓ એકત્ર થયા હતા.
અને વૃઘ્ધ રિક્ષા ચાલક અને સિટી બસના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને ત્યારબાદ સિટી બસના કર્મચારીઓએ વૃઘ્ધ રિક્ષા ચાલકને માર માર્યો હતો. આ વિડીયો વાઇરલ થતા મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સમગ્ર મામલે ડેપ્યુટી કમિશ્નરને તપાસ સોંપી છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે.
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સ્વામીનારાયણ મંદિર સામે આવેલ સિટી બસ સ્ટોપ ખાતે એક વૃઘ્ધ રિક્ષા ચાલકને સિટી બસના કર્મચારીઓ માર મારતા હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. જેમાં સિટી બસના કર્મચારીઓ વૃઘ્ધ રિક્ષા ચાલક સાથે ઉગ્ર બોલાચાલી કરતાં જોવા મળ્યા હતા. ત્યારબાદ વૃઘ્ધ રિક્ષાચાલકને રસ્તા પર નીચે બેસાડી માર માર્યો હતો. આ સમગ્ર મામલે મ્યુનિ. કમિશ્નર અમિત અરોરાએ ડેપ્યુટી કમિશ્નરને તપાસ સોંપેલ છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે.