https://www.facebook.com/abtakmedia/videos/1459674028775352
- રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે સીટી બસે સર્જ્યો અક*સ્માત
- રાજકોટમાં BRTS બસચાલકે 5 વાહનચાલકોને એકસાથે લીધા અડફેટે
- આ પાંચ વાહનચાલકોમાંથી 3 લોકોના ઘટનાસ્થળ પર જ મો*ત
અકસ્માત એટલો ભયંકર હતો કે…”પેટમાં કંઈ હતું જ નહીં. લોચે-લોચા નીકળી ગયા હતા”
પ્રાપ્ત વિહત અનુસાર ઘટનાસ્થળે હાજર એક વ્યક્તિએ જણાવ્યું કે, અહીં બે મૃ*તદેહ પડ્યા હતા. મૃ*તદેહ ખૂબ જ ભયંકર હાલતમાં હતા. એક ભાઈ અને એક બહેનનું મૃ*ત્યુ થઈ ગયું. જે ભાઈનું મૃ*ત્યુ થયું તે ખૂબ ભયંકર હતું, પેટમાં કંઈ હતું જ નહીં. લોચે-લોચા નીકળી ગયા હતા. અહીં જોનારા કહે છે કે બસ ચાલકે બ્રેક મારી જ નથી. સિગ્નલ છે છતાં બ્રેક મારી નથી.
નોંધનીય છે કે, રાજકોટમાં સર્જાયેલા ગંભીર અ*કસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. સીટી બસ ચાલક દ્વારા સર્જવામાં આવેલા ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે ખરેખર કાળજું કંપાવનારા છે. આ ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મો*ત નીજ્યા છે. જેના પગલે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સમગ્ર ઘટના
પ્રાપ્ત વિગત અનુસાર… રાજકોટ : પૂરપાટ ઝડપે આવતી બસે 6 લોકોને અડફેટે લેતા 3નાં ઘટનાસ્થળે જ મૃ*ત્યુ થયા છે. આ ઘટના રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે બની હતી. અ*કસ્માતમાં 3નાં મોત થયા, મૃ*તકોના પરિવજનો અને અન્ય રાહદારી રોષે ભરાયા હતા અને સીટી બસના કાચ તોડી નાખ્યા હતા. રોષે ભરાયેલા લોકોને શાંત પાડવા માટે પોલીસે દરમિયાનગીરી કરી તો લોકો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું અને લોકો પોલીસ પર પણ રોષે ભરાયા હતા.
મળતી માહિતી અનુસાર, ઘટનાના પગલે ઇન્દિરા સર્કલ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો અને અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આક્રોશિત લોકોને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો અને સીટી બસ ચાલકની પોલીસે ધરપકડ કરી લીધી છે.મૃતકના પરિવારોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યાં છે. જેમાં ડ્રાઇવરની સ્પષ્ટ બેદરકારી જોવા મળે છે. સિગ્નલ ખુલતા જ ઓવર સ્પીડમાં બેદરકારીથી બસ ચલાવતા 6 લોકો બસની નીચે કચડાયા હતા, સિગ્નલ ખુલતા જ સિગ્નલ પર ઉભેલા લોકોને કચડતાં બસ આગળ નીકળી ગઇ હતી. જમાંથી 3 લોકોને નાની મોટી ઇજા થઇ છે જ્યારે 3 લોકોના ઘટનાસ્થળે જ મૃ*ત્યુ થયા છે.
રંગીલું રાજકોટ આજે રક્ત રંજિત બન્યું.
