અકસ્માતોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના વરિયાવ રોડ પર મુસાફરો સાથેની બસને અકસ્માત નડ્યો હતો. ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસના ટાયર ખાડામાં લટકવાં લાગ્યા હતાં. જેથી મુસાફરોમાં ડરનો માહોલ પેદા થયો હતો. 18 મુસાફરો બસમાં સવાર હતાં. તેમને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યાં હતાં.
સુરતના વરિયાવ રોડ પરથી મુસાફરોથી ભરેલી એક સીટી બસ પસાર થઈ રહી હતી.ત્યારે બસ ડ્રાઇવરનો સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેને કારણે બસના ડાભી સાઈડના ટાયરો ખાડામાં ઉતરી ગયા હતા જયારે જમણી સાઈડના પેંડા પર બસ લટકી ગઈ હતી. આ ઘટનાને પગલે બસની અંદર સવાર તમામ 18 મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા પરંતુ બસનો ડ્રાઈવર પણ ફસાઈ ગયો હતો. તમામ મુસાફરો સુરક્ષિત રીતે સ્વયં બહાર નીકળી ગયા હતા. બીજી બાજુ આ ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી તેમજ લોકોનું ટોળું પણ ત્યાં મદદ માટે દોડી આવ્યું હતું. ઘટના અંગે જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, મરુંન કલરની એક સી.ટી.બસ વરિયાવથી જહાંગીરપુરા તરફ જતા રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે રોડની સાઈડમાં બસના ડાબી સાઈડના ટાયરો રોડ પરથી ઉતરીને ખાડામાં ફસાઈ ગયા હતા જ્યારે જમણી સાઈડ ટાયરોના સહારે લટકી ગઈ હતી. આ પરિસ્થિતિ કારણે બસની અંદર સવાર મુસાફરો ગભરાઈ ગયા હતા.
ઘટના અંગે ખબર પડતાં આસપાસથી કેટલાક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને બસમાં સવાર ફસાયેલા મુસાફરોની મદદ કરવા લાગ્યા હતા. જોકે તમામ મુસાફરો સહી સલામત બાહર નીકળી ગયા હતા. જયારે આ ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી જો કે તે પહેલા જ બસમાં સવાર 18થી 20 જેટલા મુસાફરો સહી સલામત બહાર નીકળી ગયા હતા.
અકસ્માત વખતે ડ્રાઈવર અંદર ફસાયેલો હતો. તેને પણ લોકોએ સહી સલામત બાહર કાઢી લીધો હતો. મુસાફરોની વ્યવસ્થા માટે અન્ય બસ બોલાવવામાં આવી હતી. જ્યારે ફસાયેલી બસને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ નહીં થવા પામી હતી અને તમામ મુસાફરો તેમજ ડ્રાઇવર પણ સહી સલામત હતા.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય