- તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓને અભિનંદન પાઠવતા મુકેશ દોશી: સમગ્ર ગુજરાતમાં બીજું સ્થાન મેળવતું રાજકોટ શહેર ભાજપ
- ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ર0ર4 ના સપ્ટેમ્બરમાં સદસ્યતા અભિયાનનો પ્રારભ કરવામાં આવેલ હતો. ભાજપ પાર્ટી માટે
સદસ્યતા અભિયાન એ માત્ર જનસંપર્ક અભિયાન નથી, આ અભિયાનને વધુમાં વધુ લોકોને પાર્ટીની વિચારધારામાં જોડાવવાનો છે. કેન્દ્ર સરકારની યોજના અનુસાર રાજયના માન.પ્રદેશ અધ્યક્ષ્ા સી.આર.પાટીલજીની પ્રદેશ યોજના અનુસાર સદસ્યતા અભિયાન-ર0ર4 અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ રાજકોટ શહેરમાં પ.00 લાખથી વધુ પ્રાથમિક સદસ્ય બનાવી આ સદસ્યતા અભિયાનને સફળ બનાવવા માટે પ્રદેશ મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, રાજકોટ શહેર ભાજપ સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, સૌરાષ્ટ્ર ઝોનના સંયોજક કમલેશભાઈ મીરાણી અને માનસીંગભાઈ પરમાર સહિતના ભારતીય જનતા પાર્ટીના અગ્રણી આગેવાનો, લોક્સભા સાંસદ પરશોતમભાઈ રૂપાલા, રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ વિધાનસભા-68 ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, વિધાનસભા-69 ના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, વિધાનસભા-70 ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને વિધાનસભા-71 ના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ શહેર ભાજપ હોદેદારો, કોર્પોરેટરઓ, વોર્ડ પ્રભારી, વોર્ડ પ્રમુખ-મહામંત્રી, શહેરના તમામ મોરચાના પ્રમુખો, વોર્ડની કારોબારી, સદસ્યતા અભિયાનના સંયોજક અને સહસંયોજક, તમામ સમિતિના બુથ સભ્યઓ, શહેરના વિવિધ એસોશીએશનો એનજીઓ, વેપારી અને ઉદ્યોગપતિઓ, સમાજના અગ્રણીઓ, ભાજપની વિચારધારા સાથે વર્ષોથી જોડાયેલા સનિષ્ઠ આગેવાનો અને જેના હાથમાં દેશનું ભવિષ્ય છે તેવા યુવાનો અને ખાસ કરીને બહેનો સહિત તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓને શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, પ્રદેશ અને રાજકોટ શહેરના સંગઠનના હોદેદારોએ સદસ્યતા અભિયાન લક્ષ્યાંક પાંચ લાખને પાર પહોંચાડવા એક મિશન સ્વરૂપે કામગીરીને સ્વીકારી અને રાજકોટ શહેરને સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક સદસ્ય નોંધણીમાં બીજા ક્રમે પહોંચાડી ગૌરવવંતુ સ્થાન બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ તકે પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ શહેરના દરેક વોર્ડમાં રહેતા મતદારોએ સદસ્યતા અભિયાનમાં જોડાવવા બદલ અને ભારતીય જનતા પાર્ટી પર વિશ્ર્વાસ વ્યક્ત કરવા બદલ આભાર વ્યક્ત ર્ક્યો હતો.