શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોર રાઠોડની યાદીમાં જણાવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તા.૧૭ સપ્ટેમ્બરથી પંડિત દીનદયાળજીની જન્મજયંતી તા.૨૫મી સપ્ટેમ્બર સુધી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપ દ્વારા કાવ્યાંજલી સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. તે અંતર્ગત શહેર ભાજપ દ્વારા શહેરમાં તા.૧૭ થી ૨૫ સપ્ટેમ્બર સુધી કાવ્યાંજલી સેવા સપ્તાહની ઉજવણી દ્વારા વિવિધ આરોગ્યલક્ષી સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે, શહેર ભાજપ દ્વારા આ સેવાકીય કાર્યોમાં શહેરના વિવિધ મોરચાઓ દ્વારા દરેક વોર્ડમાં મેડિકલ કેમ્પ, આરોગ્યલક્ષી સેવાકીય કાર્યોની સુહાસ ફેલાવવામાં આવશે તો આ કાવ્યાંજલી સેવા સપ્તાહમાં ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને જોડાવવા કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જાહેર અનુરોધ કર્યો છે.