• કમલમમાં મહાનગર સંગઠન પર્વની યોજાઈ કાર્ય શાળા

રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ ચુંટણી અધિકારી ઉદયભાઈ કાનગડની અધ્યક્ષ્ાતામાં   મહાનગરની કાર્યશાળા  શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી અને રાજકોટ મહાનગરના ચુંટણી અધિકારી ડો.માયાબેન કોડનાનીની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ હતી. આ કાર્યકશાળામાં પ્રદેશ ચુંટણી અધિકારી ઉદયભાઈ કાનગડે સંગઠન પર્વ કાર્યશાળા અંગે માર્ગદર્શન અને માહિતી આપતા જણાવેલ હતું કે રાજકોટ મહાનગર સદસ્યતા અભિયાનની સફળ અને સમગ્ર રાજયમાં નોંધનીય અને પ્રેરણાદાયી કામગીરી ર્ક્યા બાદ તેમજ સક્રિય સદસ્યતા અભિયાનની પણ સમય મર્યાદામાં કાર્યવાહી પૂર્ણ કરી તેને સોંપવામાં આવેલ જવાબદારી બખુબી નિભાવી અને પ્રસંશનીય કામગીરી કરી પોતાની યોગ્યતા સિધ્ધ કરેલ છે. રાજકોટ મહાનગરના સંનિષ્ઠ કાર્યર્ક્તાઓની આ સિધ્ધીને જેટલીવાર બીરદાવીએ તેટલી ઓછી છે

મહાનગરના ચુંટણી અધિકારી ડો.માયાબેન કોડનાનીએ માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે વોર્ડ સંગઠન પર્વ સહયોગીએ શક્તિકેન્દ્રના ક્ષેત્ર સિવાયના બહારથી એક શક્તિકેન્દ્ર સંગઠન પર્વ સહયોગીની નિમણુંક કરી આ કામગીરીનો પ્રારંભ કરવાનો છે. વોર્ડના શક્તિ કેન્દ્ર અને બુથ મુજબ બુથ સમિતિ એજન્ડા, બુથ સમિતિનો ઠરાવ, બુથ સમિતિના પત્રક જેવી વિવિધ કામગીરીઓ કરવાની છે. જેમાં બુથ સમિતિના ગઠન વખતે ઓછામાં ઓછા પચાસ પ્રાથમિક સમિતિના સભ્યો ઉપસ્થિતિમાં એક પ્રમુખ સહિત 11 કાર્યર્ક્તાઓની બુથ સમિતિનું ગઠન કરવાનું છે.

સંગઠન પર્વની કાર્યશાળામાં દીપ પ્રાગટય બાદ સ્વાગત ઉદબોધન અને માર્ગદર્શન શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ કરી જણાવેલ કે  સંગઠનએ લોકશાહીનો મજબુત પાયો છે રાજકોટ મહાનગરના કાર્યર્ક્તાના અથાગ પિરશ્રમ અને મહેનતથી પાંચ લાખથી વધુ પ્રાથમિક સભ્યોની નોંધણી કરવામાં રાજકોટ મહાનગર સફળ થયું છે

આ કાર્યશાળામાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ્ા ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, અશ્ર્વિનભાઈ મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, મેયર નયનાબેન પેઢડીયા,  કમલેશ મીરાણી,નિતીનભાઈ ભારાજ,  રાજવી માંધાતાસિંહજી સહિત ભાજપ વિગેરે હોદેદારો   ઉપસ્થિતિ રહયા હતા. આ કાર્યશાળાનું સફળ સંચાલન  કિશોરભાઈ રાઠોડે  આભારવિધિ નરેન્દ્રસિંહ ઠાકુરે કરેલ હતી. આ કાર્યશાળાને સફળ બનાવવામાં કાર્યાલય મંત્રી હિતેષ ઢોલરીયા અને  મંત્રી શૈલેષ દવે સહિત કાર્યાલયના નલહિરભાઈ, ચેતન રાવલ, રમેશભાઈ જોટાંગીયા, ભાવીન ધોળકીયા, શક્તિભાઈ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.