મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ બેઠકો માટે આગામી ૨૧મી ઓકટોબરનાં રોજ યોજાનારી ચુંટણી માટે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટ શહેર ભાજપનાં આગેવાનોને અલગ-અલગ બેઠકો માટે ચુંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. જે અંતર્ગત સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડને ઘાટકોપર વેસ્ટ વિધાનસભા બેઠક માટેની જવાબદારી સોંપવામાં આવી હોય તેવો આ બેઠકમાં સમાવિષ્ટ વિસ્તારમાં જોરશોરથી ચુંટણી પ્રચારનાં કાર્યમાં લાગી ગયા છે. તેઓની સાથે શહેર ભાજપ અગ્રણી રાજેશ ઘેલાણી પણ ચુંટણી પ્રચાર કરી રહ્યા છે. ઠેર-ઠેરથી તેઓને જોરદાર આવકાર મળી રહ્યો છે. સ્થાનિકો દ્વારા શહેર ભાજપનાં આગેવાનોનું શાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેઓની સાથે રામ કદમ, સુર્યકાંત ગૌરી સહિતનાં સ્થાનિક નેતાઓ પણ ચુંટણી પ્રચારમાં લાગી ગયા છે.
Trending
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો
- બાયપાસ ચાર્જિંગ શું છે જાણો અહિ…